દૂધ અને નોનવેજ કરતા પણ વધુ પ્રોટીન રહેલું છે આ વસ્તુમાં, રોજ સવારે સેવન કરવાથી થશે અઢળક ફાયદા

જયારે વાત આવતી હોય છે પ્રોટીનથી યુક્ત ખાદ્ય પદાર્થોની ત્યારે સોયાબીનને ભૂલી ના શકાય. સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયાબીનમાં માંસ કરતા પણ વધુ પ્રોટીન રહેલું હોય છે. આ એકમાત્ર એવી શાકાહારી વસ્તુ છે જેમાં આપણી શરીરની જરૂરિયાત પ્રમાણે એમિનો એસિડ રહેલું હોય છે. સોયાબીનને વેજ-મીટ પણ કહે છે કેમ કે બીજા કોઈ શાકાહારી ખાદ્ય પદાર્થમાંથી બધા એમિનો એસિડ ભેગા નથી મળતા. તેટલા માટે જ શાકાહારી લોકોને તેને મિક્સ કરીને ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.

પરંતુ સોયાબીન આ મામલે બીજા બધા શાકાહારી ખાદ્ય પદાર્થોથી અલગ છે. પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માંસાહારી લોકો ઈંડા, માછલી અને માંસનું સેવન કરે છે, પરંતુ જે લોકો શાકાહારી છે તેઓ પ્રોટીનયુક્ત ખોરાકની શોધમાં હોય છે. આવી સ્થિતિમાં, સોયાબીન તેમના માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે, કારણ કે તે ઇંડા, દૂધ અને માંસ કરતાં વધુ પ્રોટીન ધરાવે છે.સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે સાથે જ વિટામિન્સ અને મિનરલ પણ રહેલા હોય છે.

સોયાબીન સામાન્ય રીતે ખાધા સિવાય અન્ય ઘણા રોગના ઉપચારમાં પણ કામ આવે છે. શારીરિક વિકાસ, ત્વચાની સમસ્યાઓ અને વાળની ​​સમસ્યાની સારવાર પણ સોયાબીનથી શક્ય છે. તો આવો જાણીએ સોયાબીનના ફાયદાઓ વિશે

સોયાબીન એક મહત્વપૂર્ણ ખોરાક સ્ત્રોત છે. તેના મુખ્ય ઘટકો પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી છે. સોયાબીનમાં 36.5 ગ્રામ પ્રોટીન, 22 ટકા તેલ, 21 ટકા કાર્બોહાઇડ્રેટ, 12 ટકા ભેજ અને 5 ટકા રાખ હોય છે. દૂધ-ઇંડા અને સોયાબીનમાં પ્રોટીન જોવા મળે છે. સોયાબીન (100 ગ્રામ)એટલે કે 36.5 ગ્રામ, એક ઈંડું (100 ગ્રામ)એટલે કે 13 ગ્રામ, દૂધ (100 ગ્રામ)3.4 ગ્રામ અને માંસ – (100 ગ્રામ) 26 ગ્રામ રહેલું હોય છે.

તમે દિવસમાં 100 ગ્રામ સોયાબીન પણ ખાઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 36.5 ગ્રામ છે. દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. જે લોકોમાં પ્રોટીનની ઉણપ હોય તેમના માટે તે સોયાબીન બેસ્ટ છે.

સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે. સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે. સોયાબીનનું સેવન કોષોના વિકાસમાં અને ક્ષતિગ્રસ્ત કોષોના સમારકામમાં મદદ કરે છે. સોયાબીનનું સેવન માનસિક સંતુલન સુધારીને મનને તેજ કરવાનું કામ કરે છે. સોયાબીનનું સેવન હૃદયના રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

સોયાબીનનું સેવન કરવા માટે તમારે રાત્રે સૂતા પહેલા એક વાસણમાં પાણી લો. તેમાં 100 ગ્રામ સોયાબીન પલાળી દો. તમે સવારે ઉઠ્યા પછી નાસ્તામાં તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે સોયાબીનનું શાક બનાવીને પણ ખાઈ શકો છો.

team ayurved

Not allowed