સાઉથની સુંદર અભિનેત્રી રાશિ ખન્ના ફિલ્મોની સાથે સાથે પોતાની સુંદરતાને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. તેનો ભવ્ય દેખાવ લોકોને દિવાના બનાવી દે છે. તેની આંખોમાં જોઇને તો તેના ચાહકો મંત્રમુગ્ધ થઇ જાય છે. રાશિ ખન્નાની ચર્ચા સાઉથથી લઈને બોલિવૂડ સુધી થઈ રહી છે. અભિનેત્રીની અદભૂત એક્ટિંગે દરેકને તેના દિવાના બનાવી દીધા છે.
View this post on Instagram
રાશિ ખન્ના કેમેરાની સામે એટલી જ ગ્લેમરસ છે જેટલી તે વાસ્તવિક જીવનમાં છે. રાશિ ખન્ના ઈન્સ્ટાગ્રામ પર જ્યારે પણ પોતાની બોલ્ડ તસવીરો શેર કરે છે, ત્યારે તેના વખાણ કરનારાઓની કતાર લાગી જાય છે. સાઉથથી નોર્થ સુધી લોકપ્રિયતા મેળવી રહેલી રાશિ ખન્નાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
View this post on Instagram
રાશિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે. રાશિ ખન્નાની લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યાં છે. અભિનેત્રીએ વ્હાઇટ ડીપ નેક બોડીકોન ડ્રેસમાં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં રાશિ સ્નો વ્હાઇટથી કમ નથી લાગી રહી.
View this post on Instagram
રાશિ ખન્ના તેની આ તસવીરોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહે છે. તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને વાળને સોફ્ટ કર્લ્સથી સ્ટાઇલ કર્યા છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો હોય. આ પહેલા પણ તે ઘણી તસવીરો શેર કરી ચૂકી છે, જેમાં તેની સ્ટનિંગ સ્ટાઇલ જોવા મળી છે. રાશિ ખન્નાના વર્કફ્રન્ટની વાત કરીએ તો,
View this post on Instagram
અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘મદ્રાસ કેફે’થી કરી હતી. જ્યારે તેને મદ્રાસ કાફેમાં તેની અપેક્ષા મુજબ લોકપ્રિયતા મળી ન હતી, ત્યારે રાશિ સાઉથ તરફ વળી. રાશિએ વર્ષ 2014માં તેલુગુ ફિલ્મ Uhalu Gusagusaldeથી તેની કારકિર્દીને વેગ આપ્યો હતો. આ ફિલ્મ પછી રાશિ ખન્ના સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ.
View this post on Instagram
રાશિ ખન્નાએ અજય દેવગનની વેબ સીરીઝ રુદ્રાથી ફરી બોલિવૂડમાં એન્ટ્રી કરી. જેમાં રાશિની એક્ટિંગે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. અભિનેત્રી છેલ્લે તમિલ ફિલ્મ ‘સરદાર’માં જોવા મળી હતી. ચંકી પાંડે તેમાં લીડ રોલમાં હતો.
View this post on Instagram
અગાઉ અભિનેત્રી ધનુષની ‘Thiruchitrambalam’માં જોવા મળી હતી, જે એક તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ હતી. બીજી તરફ તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટની સ્ટારર હિન્દી ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળશે.