પતિની મોત બાદ સોનાલી ફોગાટને આ વ્યક્તિ સાથે થઇ હતી મહોબ્બત, લફડું ચાલુ કરી દીધું હતું

સોનાલી ફોગાટના લગ્ન એક એવા પરિવારમાં થયા હતા જ્યાં મહિલાઓ ઘુંઘટ ઓઢતી હતી. તેને ઘરની બહાર નીકળવાની છૂટ નહોતી. આવી સ્થિતિમાં તે માત્ર ઘરની બહાર જ ન આવી પરંતુ ટીવી અને ફિલ્મોમાં પણ કામ કરીને તેણે એક અલગ ઓળખ પણ બનાવી. તે રાજકારણમાં પણ પોતાનો ઝંડો લહેરાવવા ઉતરી હતી. બિગ બોસ 14નો ભાગ રહી ચૂકેલી જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું કેટલાક દિવસ પહેલા જ નિધન થયું છે. સોનાલીનું ગોવામાં રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. જો કે, પરિવારજનોનું કહેવુ છે કે સોનાલીની હત્યા કરવામાં આવી છે અને આ મામલે પોલિસ તપાસ પણ કરી રહી છે.

આ મામલે ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને સોનાલીને જબરદસ્તી ડગ આપવાનો પણ આરોપ છે. સોનાલી તેના રીલ વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રભુત્વ ધરાવતી હતી. તેમના અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. સોનાલી પોતાની પાછળ તેની એકની એક પુત્રી છોડી ગઈ છે. બિગ બોસ 14માં સોનાલી ફોગાટે તેના પરિવાર અને સંબંધો વિશે ઘણા ખુલાસા કર્યા હતા. સોનાલી ફોગાટના પતિ સંજયનું ડિસેમ્બર 2016માં અવસાન થયું હતું. હિસારના ફાર્મહાઉસમાંથી રહસ્યમય સંજોગોમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પતિના અવસાન પછી સોનાલીએ ન માત્ર પોતાની સંભાળ લીધી, પરંતુ તેની પુત્રીનો ઉછેર પણ એકલા હાથે કર્યો. સવાલ એ છે કે શું તેના પતિના ગયા બાદ સોનાલીના જીવનમાં બીજું કોઈ આવ્યું. આ રહસ્ય અભિનેત્રીએ પોતે જ જાહેર કર્યું હતું. તેણે બિગ બોસ 14માં કહ્યું હતું કે તેના પતિના ગયાના બે વર્ષ બાદ તેના જીવનમાં એક વ્યક્તિ આવ્યો, જેની સાથે તેણે બાકીનું જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો નહીં. આ સંબંધ તેની બાજુથી તૂટી ગયો. જોકે, તેણે વ્યક્તિનું નામ આપ્યું ન હતું. શોમાં જ્યારે રાહુલ વૈદ્યએ તેને પૂછ્યું કે શું તમે તમારા પતિના નિધન પછી કોઈના પ્રેમમાં પડ્યા છો ?

આ સવાલનો જવાબ આપતા તેણે ખુલાસો કર્યો હતો. જણાવી દઇએ કે, બિગ બોસમાં સોનાલી ટીવીના હેન્ડસમ હંક અલી ગોનીના પ્રેમમાં પડી હતી. સોનાલીએ નેશનલ ટેલિવિઝન પર અલી ગોની પ્રત્યે લાગણી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ તે કોઈ પ્રકારની લવ સ્ટોરી નહોતી. કારણ કે અલી જાસ્મીન ભસીનના પ્રેમમાં હતો. સોનાલી આ જાણતી હતી. અલી સાથે નામ જોડાવું એ રમતમાં રહેવાની સોનાલીની વ્યૂહરચના હતી. સોનાલી ફોગાટ અને અલી બિગ બોસના અંત પછી પણ મિત્રો રહ્યા હતા.

ayurved

Not allowed