જૂનાગઢમાં માતા મોનીકા અને તેના નવજાત બાળકની એકસાથે ઉઠી અર્થી, આટલો મોટો દુખોનો પહાડ તૂટ્યો હોવા છત્તાં પણ સોલંકી પરિવારે કર્યું આ કામ…તમે પણ કરશો સલામ

જો તમારા પહેલાં હું જાઉં તો રડતા નહીં અને મને લગ્ન સમયે જે રીતે ઢોલ-નગારાં અને બેન્ડબાજા સાથે લેવા આવ્યા હતા તે રીતે સ્મશાન સુધી મૂકવા આવજો. આ શબ્દો બીજા કોઇના નહિ પણ એક પત્ની હતા કે જેનું માત્ર પાંચ વર્ષના દાંપત્યજીવન બાદ અકાળે અવસાન થયુ હતુ. જૂનાગઢના સોલંકી પરિવારના મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું અવસાન થતા અંદરથી તૂટી ગયા હોવા છત્તાં તેમણે હિંમત રાખી અને પત્નીની ઈચ્છા મુજબ તેની વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી.

આ ઉપરાંત દુખ આવી પડ્યુ હોવા છત્તાં તેમણે એવું કામ કર્યુ કે સમાજને અનોખો સંદેશ પૂરો પાડ્યો. તેમણે બેસણામાં રક્તદાન કેમ્પ યોજ્યો અને અનોખી રીતે મોનિકાબેનને શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, શ્રીનાથભાઇની પત્ની મોનિકાબેન સાથે સાથે તેમની નવજાત પુત્રીનું પણ મોત થયુ હતુ અને આ ઘટના બાદ પરિવારની હાલત ખૂબ જ ખરાબ હતી. જો કે, તેમ છત્તા પણ પરિવારે સમાજ સેવાનુ કામ કર્યુ.

સોલંકી પરિવારે મોનિકાબેનના ચક્ષુનું દાન કર્યુ અને પુત્રવધુ અને પૌત્રીને ગુમાવ્યા બાદ પરિવારે વાજતે ગાતે બેન્ડબાજા સાથે ભારે હૈયે બંનેને અંતિમ વિદાય આપી અને બેસણામાં બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજ્યો. 29 વર્ષીય મોનિકાબેન ગર્ભવતી હતા અને તેમને નવમો મહિનો ચાલી રહ્યો હતો, જો કે, આ દરમિયાન ડિલિવરીના સમયે તેમને એટેક આવ્યો અને તેમનું નિધન થયું.

પરંતુ તેમના ગર્ભમાં રહેલું બાળક તપાસ કરતા જીવિત હોવાનું જાણવા મળ્યું. બાળકને તાત્કાલિક સિઝેરિયન કરીને બહાર કાઢવામાં આવ્યું પણ તેને ઇન્ફેક્શન લાગી ગયું હોવાને કાણે તેનું પણ મોત નીપજ્યું હતુ. પત્ની અને નવજાત બાળકીના આમ અકાળે અવસાનના કારણે શ્રીનાથભાઇ અને પરિવારના માથે તો દુઃખોનો આભ તૂટી પડ્યો હતો. પણ પરિવારે હિંમત દાખવી અને મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો.

મૃતકના પતિએ જણાવ્યું હતું કે, પત્ની સીમંત બાદ ડિલિવરી માટે પિયર ગઇ હતી અને 21 જુલાઈ 2022ના રોજ તેને અચાનક માથામાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પણ રસ્તામાં તેને આંચકી આવતા હાલત વધુ બગડી અને તેને પૂરતી સારવાર આપવામાં આવી પણ તે કારગત ન નિવડી. જો કે, તેના ગર્ભમાં બાળક જીવિત હોવાથી પરિવારની ઇચ્છાથી સિઝેરિયન કરવામાં આવ્યુ પણ થોડા સમયમાં તેના પણ શ્વાસ બંધ થઇ ગયા.

Not allowed