રોજ સવારે ખાવ પલાળીને આ માત્ર એક વસ્તુ, શરીરમાં થતા અઢળક ફાયદાઓ જાણીને દંગ રહી જશો

દરેક ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે. શરીરને એકદમ ઉર્જાવાન રાખવા માટે દરેક ફળોનું સેવન કરવું જોઈએ.પણ એક એવું ફળ છે કે જેના ઉપીયોગ વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. અમે વાત કરી રહ્યા છીએ ખુબ જ લાભદાયી ફળ અંજીરની.અંજીર સ્વાથ્ય માટે ખુબ ફાયદેમંદ માનવામાં આવે છે. અંજીર ફળ તરીકે કે પછી ડ્રાઈફ્રૂટના રૂપે પણ ખાઈ શકાય છે. ખાસ કરીને પલાળેલા અંજીર ખાવાથી શરીરને બેમિસાલ ફાયદાઓ થાય છે.અંજીરમાં ઝીંક, મેન્ગેનીઝ, મેગ્નેશિયમ,આયર્ન જેવા ખનીજ તત્વો મળી આવે છે જે શરીરમાંથી તમામ બીમારીઓ દૂર કરવા માટે પૂરતા છે.આવો તો જાણીએ રોજ સવારે પલાળેલા અંજીર ખાવાથી શરીરને થતા બે મિસાલ ફાયદાઓ વિશે.

1. હૃદય માટે ફાયદેમંદ:
હૃદયમાં રહેલા એન્ટીઓક્સીડેંન્ટ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે જેન લીધે હૃદયને લગતી સમસ્યાઓ દૂર થાય છે.અંજીર શરીરમાંથી ટ્રાઈગ્લિસરીનના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે જે હૃદયને લગતી બીમારીઓ માટેનું મુખ્ય કારણ છે.રોજ સવારે પલાળેલા અંજીર ખાવાથી હૃદયની સમસ્યા હંમેશાને માટે દૂર થઇ જાય છે.

 

2. હાડકાની મજબૂતી: હાડકાના દર્દીઓ માટે અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. અંજીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ વગેરે જેવા તત્વો મળી આવે છે જે હાડકાની મજબૂતાઈ અને તંદુરસ્તી માટે ખુબ જ લાભદાયી છે.અમુક ઉંમર પછી શરીર કેલ્શિયમ ઉત્પન્ન કરવાંની ક્ષમતા ખોઈ બેસે છે એવામા કેલ્શિયમ યુક્ત અંજીર ખાવાથી હાડકાને જરૂરી એવા કેલ્શિયમની કમી પૂર્ણ થાય છે અને હાડકાના જોડાણને પણ મજબૂતી આપે છે અને સાંધાના દુઃખાવા પણ દૂર કરે છે.

3.પ્રજનન ક્ષમતામાં વધારો:અંજીર ઝીંક,મન્ગેનીઝ અને મેગ્નેશિયમ જેવા તત્વોનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે,આ દરેક તત્વો પ્રજનન ક્ષમતમાં વધારો કરે છે. અંજીરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર અસંતુલિત હોર્મોન અને માસિક ધર્મમાં થતી સમસ્યાઓ માટે ખુબ મદદરૂપ સાબિત થાય છે. કમજોરી અને ગર્ભાવસ્થામાં મહિલાઓને અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે.

4. વજન ઘટાડવામાં મદદરૂપ: આજના સમયમાં મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન છે.અંજીરમાં કૉપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે. જે મેટાબોલિઝમ્સને ઠીક કરે છે. અંજીરમાં રહેલા ફાઇબર્સ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે જેને લીધે લાંબા સમય સુધી ભુખ નથી લાગતી અને શરીરનું વજન પણ કંટ્રોલમાં રહે છે.

5. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ:અંજીરમાં ખુબ મોટી માત્રામાં પોટેશિયમ હોય છે, જે તમારા શરીરમાંથી શુગરના સ્તરને નિયંત્રિત રાખે છે. અંજીરમાં રહેલા ક્લોરોજેનિક એસિડ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને રોજ પલાળેપા અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. રોજ પલાળેલા અંજીર ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ લાભ થાય છે.

અંજીરને અળધા કપ પાણીમાં પુરી રાત સુધી પલાળીને રાખો અને સવારે ખાલી પેટ ખાઈ લો. જેની સાથે બદામ, અખરોટ અને અમુક અન્ય ડ્રાઈ ફ્રૂટ પણ ખાઈ શકો છો.  તમે તેને સીધા જ ખાઈ શકો છો કે પછી સ્મૂદી કે ઓટ્સની સાથે પણ ખાઈ શકો છો.આ સિવાય અંજીરને અલગ અલગ પ્રકારના બીજ જેવા કે અળસી, કદ્દુ વેગેરેની સાથે પલાળીને પણ ખાઈ શકો છો. અંજીરને તમે રોજના ભોજનમાં પણ શામિલ કરી શકો છો.

urupatel.fb

Not allowed