આજકાલ કોઈ ક્રિકેટર રમતા, કોઈ એક્ટિવા પર, કોઈ નાચતા નાચતા હાર્ટ એટેકથી મરી રહ્યું છે ચેતી જજો તમે પણ…આ માહિતી વાંચી લો ખુબ કામ લાગશે
હૃદયરોગ એક એવી સમયસ છે જે માણસનો જીવ લઈને જ છોડે છે. આપણે બધા જ જાણીએ છીએ તેમ હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં દુઃખાવો શરૂ થઇ જાય છે અને આપણી આસપાસ રહેલા લોકો આપણને તરત હોસ્પિટલમાં લઇ જાય છે. ત્યારે આપણો જીવ બચી શકે છે પરંતુ બીજીવાર હૃદયરોગ થવાનો ડર તો હંમેશા રહે જ છે.
પરંતુ સાઇલેન્ટ હાર્ટ એટેક જયારે આવે છે ત્યારે છાતીમાં કોઈ દુખાવો ઉત્પન્ન થતો નથી અને વ્યક્તિ સીધો મૃત્યુને ભેટે છે. કારણ કે સાઇલેન્ટ હાર્ટ એટેકની અંદર કોઈપણ જાતના સંકેતો ના મળવાના કારણે બાજુમાં રહેલી વ્યક્તિને પણ ખબર નથી પડતી કે આ વ્યક્તિને એટેક આવ્યો છે. જયારે તે સીધો ઢળી પડે છે ત્યારે જ સમજાય છે કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. એ સમયે એ પણ નથી ખબર પડતી કે આ સાઇલેન્ટ હાર્ટ એટેક હતો.
પરંતુ સાઇલેન્ટ એટેક આવ્યા પહેલા જો એ વ્યક્તિ કેટલાક સંકેતોને ઓળખી લે તો તેનો જીવ બચી શકે છે. સાચા સમયે આવા સંકેતોની ઓળખ કરી અને ડોક્ટરની સલાહ દ્વારા તે વ્યક્તિનું જીવન પણ બચાવી શકાય છે અને આ એટેક આવવાનો ખતરો પણ ટાળી શકાય છે.
જે વ્યક્તિને સાઇલેન્ટ એટેક આવે છે તેને એવું લાગે છે કે મને ઊંઘ આવી રહી છે અને એ જેતે સ્થળ ઉપર બેઠા બેઠા ત્યાંનો ત્યાં જ ઢાળી પડે છે. તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ એવું જ લાગે છે કે તે સુઈ રહ્યો છે કારણ કે આ સમયે તેને કોઈ તકલીફ નથી હોતી બેઠા બેઠા જ તેને ઊંઘ આવવા લાગે છે અને તે ઢળી પડે છે.
હમણાં જ થેયેલા એક રિસર્ચ દ્વારા જાણવામાં આવ્યું છે કે હાર્ટ એટેકમાં 45% કેસ સાઇલેન્ટ એટેકના સામે આવ્યા છે. વિશેષજ્ઞો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે સાઇલેન્ટ એટેક એજ લોકોને નથી આવતો જે હૃદયરોગના દર્દી છે પરંતુ હૃદય બરાબર કામ ના કરવા ઉપર સાઇલેન્ટ એટેકના ઘણા કેસો સામે આવ્યા છે. મહિલા કરતા પુરુષોમાં સાઇલેન્ટ એટેકનો ખતરો વધુ જોવા મળે છે.
સાઇલેન્ટ એટેકમાં છાતીમાં દુખાવો ઉત્પન્ન ના થવાનું કારણ ન્યુરોપેથી સાથે જોડાયેલું છે. સાઇલેન્ટ એટેક આવ્યા પહેલા જ હૃદયથી મગજની અંદર પીડાનો અનુભવ કરાવવા વાળી નસ જ બ્લોક થઇ જાય છે, જેના કારણે તેની અંદર વહેતુ લોહી હૃદયમાંની અંદર થતી તકલીફના કોઈ સંકેત મગજ સુધી પહોંચવા દેતું જ નથી અને જેને એટેક આવે છે તેને ખબર પણ નથી પડતી કે તેની સાથે શું થઇ રહ્યું છે, અને અચાનક જ તેનું મૃત્યુ થઇ જાય છે.
પરંતુ સાઇલેન્ટ એટેક થતા પહેલા શરીરની અંદર એવા પાંચ સંકેતો જરૂર મળે છે જેનાથી તમને સાઇલેન્ટ એટેક આવવાનું છે એની શક્યતા દેખાઈ જશે.
ચાલો જાણીએ એવા ક્યાં પાંચ સંકેતો છે.
- પેટમાં ગેસ વધી જવો અને પેટ વધુ ખરાબ થઇ જવું: જો તમને અચાનક જ પેટમાં ગેસ વધવા લાગે અને તમારું પેટ એકદમ ખરાબ થવા લાગે તો ક્ષણવારનો પણ વિચાર કર્યા વગર ડોક્ટર પાસે જવું જેનાથી આવનાર ખતરાથી બચી શકાય.
- વગર કારણે શરીરમાં કમજોરી અને અશક્તિ આવી જવી: જો તમે કોઈ કામ કર્યું ના હોય અને બેસી જ રહ્યા હોય ત્યારે તમારા શરીરની અંદર અચાનક જ કમજોરી આવવા લાગે, તમારી જાતને તમે અશક્ત સમજવા લાગો ત્યારે પણ તરત ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ.
- થોડી મહેનત બાદ થાકી જવું: રોજ તમે જે કામ કરો છોએનો થાક તમને લાગતો નથી પરંતુ આચાનક જ તમને થોડું કામ કરવા ઉપર પણ જો થાક લાગતો હોય એવી અનુભિતી થાય ત્યારે પણ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી લેવી.
- અચાનક ઠંડો પપરસેવો થવો: મોટાભાગના લોકોને કામ કરવા ઉપર પરસેવો થતો હોય છે પરંતુ જો તમે કામ નથી કરી રહ્યા તો પણ તમને ઠંડો પરસેવો થઇ રહ્યો છે તો ડોક્ટરને બતાવી દેવું.
- વારંવાર શ્વાસ ફૂલી જવો: અસ્થમાના દર્દીઓને શ્વાસ ફૂલવાની તકલીફ હોય છે પરંતુ જો તમે આવી કોઈ બીમારીથી નથી પીડાઈ રહ્યા અને તે છતાં પણ વારંવાર તમારા શ્વાસ ફૂલી રહ્યા છે તો તરત કોઈ સારા ડોક્ટર પાસે જઈ અને દવા તેમજ રિપોર્ટ કરાવી લેવા જોઈએ.
આમ આ પાંચ લક્ષણો આપણને સાઇલેન્ટ એટેક આવવાના સંકેતો આપી જ દે છે જેના કારણે મૃત્યુના ખતરામાંથી આપણે બચી શકીએ. બસ સાચા સમયે સાચા સંકેતોનું ધ્યાન રાખી ડોક્ટરની સલાહ મુજબ વર્તવામાં આવે તો આ ખતરો દૂર થઇ શકે છે.