અશુદ્ધ પાણી પીવાથી સ્વાસ્થ્ય બગડે છે. તેથી જ મોટાભાગના ઘરોમાં પાણીને શુદ્ધ કરવા માટે RO વોટર પ્યુરીફાયર લગાવવું એ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ, એક અભ્યાસ મુજબ, RO પાણી પીવાથી વિટામિન B12 જેવા જરૂરી પોષક તત્વોની કમી થાય છ અને આનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે. વિટામિન B12 આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. મગજના વિકાસ અને ચેતા કોષોના કાર્ય માટે આ વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
RO નો અર્થ થાય છે Reverse Osmosis. RO સિસ્ટમમાં ફિલ્ટર કરવાથી પાણીમાં રહેલા કોબાલ્ટને અલગ કરવામાં આવે છે. જો કે નિષ્ણાતોના મતે કોબાલ્ટ વિટામિન B12નો મહત્વનો ભાગ છે અને તે વિટામિન B12ની અસરને ઘટાડી શકે છે. સંશોધકોના મતે, RO પાણીમાંથી કોબાલ્ટ (જે શરીર દ્વારા વિટામિન B12ના શોષણ માટે જરૂરી છે)ને દૂર કરે છે. આ સાથે જ તે પાણીમાં રહેલા સારા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે, જે વિટામિન B12ની અસરને અટકાવે છે. આ કિસ્સામાં, તમે જેટલું વધુ RO પાણી પીશો, વિટામિન B12 ની ઉણપનું જોખમ વધારે છે.
- વિટામિન B12 ની ઉણપને કારણે શરીરમાં દેખાય છે આ લક્ષણો
ત્વચા કાળી પડવી
હાયપરપીગમેંટેશન
અતિશય થાક
હાંફ ચઢવો
હાથ અને પગની સુન્નતા
શરીરનું સંતુલન ગુમાવવું
યાદશક્તિની ખોટ
મોંમાં છાલા થઇ જવા
એનીમિયા : વિટામીન બી12ની ઉણપથી એનીમિયા થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જ્યારે શરીરમાં બ્લડ સેલ્સની સંખ્યા ઘટી જાય છે. શરીરમાં એનર્જીની કમી થાય છે અને તમે થાક મહેસૂસ કરો છો.
શરીરને સંતુલિત રાખવામાં સમસ્યા : વિટામીન બી 12ની ઉણપના કારણે શરીરમાં સંતુલન જાળવવામાં સમસ્યા થઈ શકે છે. તે શરીરના અન્ય ભાગોની સાથે સાથે બ્રેઈનને પણ પ્રભાવિત કરી શકે છે.
- વિટામિન B12ની ઉણપ માટે આ વસ્તુઓ ખાઓ
ઈંડામાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે, તે શરીરની 45 ટકા વિટામિનની ઉણપને દૂર કરી શકે છે.
વિટામિન B12 સોયા દૂધ, સોયાબીન, ટોફુ વગેરેમાં જોવા મળે છે.
દહીંમાં વિટામિન B-12 અને B-1 અને B-2 સારી માત્રામાં હોય છે, તમે ઓછી ચરબીવાળા દહીંને આહારમાં સામેલ કરી શકો છો.
ઓટ્સનું સેવન કરવાથી વજન તો ઘટે જ છે, પરંતુ તેમાં ફાઈબર અને વિટામિન પણ સારી માત્રામાં હોય છે.
તમે ચિકન દ્વારા વિટામિન B12 ની ઉણપને પણ પૂરી કરી શકો છો.
મશરૂમ વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે.
બ્રોકોલીમાં વિટામિન B12 હોય છે, સારી માત્રામાં ફોલેટ અને હિમોગ્લોબિન પણ બ્રોકોલીમાં જોવા મળે છે.
પનીરમાં વિટામિન B-2 પણ હોય છે.