કબજિયાત માટે ફાયદાકારક છે ઇસબગુલ, પણ રોજ ખાવાથી થાય છે નુકશાન- જાણી લો

શું ઇસબગુલ રોજ ખાવું જોઇએ ? વધારે ખાવાથી થાય છે આ નુકશાન

ઇસબગુલને ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે અને આમ પણ જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેઓ ઘણીવાર ઇસબગુલનો ઘરેલુ ઉપાય તરીકે ઉપયોગ કરે છે. કબ્જની સમસ્યાથી ઘણા લોકો પીડિત છે. આજ સુધી બધા આ બીમારીની ચપેટમાં એક વાર તો આવ્યા જ હશે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓનો સહારો પણ લેતા હોય છે. પરંતુ વારંવાર અંગ્રેજી દવાઓ ખાવી સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઇ શકે છે.

આ માટે કબ્જથી છુટકારો મેળવવા લોકો ઘરેલુ ઉપાય કરે છે અથવા તો આર્યુવેદિક દવાઓ ખાય છે. એવામાં કબ્જની સમસ્યાને દૂર કરવા માટે ઇસબગુલ ખાવામાં આવે છે. ઇસબગુલ ખાવાથી કબ્જની સમસ્યામાંથી રાહત મળે છે પણ તેને વધારે ખાવાથી કેટલાક નુકશાન પણ થાય છે. ઇસબગુલ ખાતા સમયે ઘણુ પાણી પીવું જોઇએ. જો તમે આવું કરો છો તો આનાથી તમારા કબ્જની સમસ્યા વધારે ગંભીર બની શકે છે.

જે લોકોને કબ્જની સમસ્યા છે તે લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખે. પેટ ન સાફ થવાને કારણે ચિડચિડિયાપણુ મહેસૂસ થાય છે, એવામાં કેટલાક લોકો કબ્જથી છુટકારો મેળવવા ઇસબગુલનું સેવન કરે છે. તમે એ વાતનું ધ્યાન રાખો કે આવું ભૂલથી પણ ના કરો. રોજ ઇસબગુલ ખાવાથી શરીર ગંભીર બીમારીઓની ચપેટમાં આવી જાય છે. કબ્જમાં મળ અત્યંત જાડો હોવાને કારણે સરળતાથી બહાર નથી નીકળી શકતો. એવામાં ઇસબગુલ મળને મુલાયમ બનાવવાનું કામ કરે છે.

આ માટે સાઇલિયમ બોલસના સોજાઇ જવા પર આંતરડાને ફેલાવવામાં મદદ કરે છે. આને રોજ ખાતા એક સમય પછી આંતરડા એટલા ફેલાઇ જાય છે કે ખાવાના ટુકડા સરળતાથી પચી શકતા નથી. આ આંતરડામાં રુકાવટનું કારણ બને છે અને આંતરડા તૂટવા જેવી પરેશાની પેદા કરે છે. ઉલ્લેખનીય છે કે, કુદરતી રીતે ઇસબગુલ ચિકણો પદાર્થ છે અને તેને પાણીમાં ડૂબાવાથી તે ફૂલી જઇ એક જેલ જેવો બની જાય છે.

કેટલીક માહિતી અનુસાર, મોટા લોકો 4 થી 5 ચમચી ઇસબગુલ લઇ શકે છે. તમે દિવસમાં 3 વાર તેને પાણી સાથે કે જ્યૂસ સાથે લઇ શકો છો. પરંતુ સેવન પહેલા તેને પૂરી રાત પાણીમાં ફુલાવો. જણાવી દઇએ કે, ક્યારે પણ ભૂલથી ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ ના કરવો જોઇએ. જો જરૂર પડે તો ડોક્ટરની સલાહ લેવી અને તેટલી જ માત્રામાં ઉપયોગ કરવો.

ayurved

Not allowed