શું તમને પણ ACમાં વધુ રહેવા ટેવાઈ ગયા છો ? તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે આ મોટા નુકશાન

ઉનાળો શરુ થઇ ગયો છે, ત્યારે હવે ગરમીથી બચવા માટે દરેક ઘરોમાં અને ઓફિસોમાં એસી લાંબા સમય માટે ચાલુ રહેશે. ભીષણ ગરમીમાં એસીની ઠંડી હવા દરેકને રાહત આપે છે. અને એસીમાંથી પછી બહાર જવાનું પણ મન નથી થતું. પણ એસીની જે ઠંડક ભરી હવા, રાહત આપે છે, ત્યારે આ જ હવા આપણા માટે ઘાતક પણ બની જાય છે. આ ઠંડી હવા આપણા શરીર પર વિપરીત અસર કરી રહી છે.

એસીના ફાયદા છે તો એસીના નુકશાન પણ છે, પણ જો થોડી સાવધાની રાખવામાં આવે તો એસીથી થતા નુકશાન ઓછા કરી શકાય છે. એસીનો ઉપયોગથી શારીરિક અને માનસિક ક્ષમતા વધે છે. ગરમીમાં ઠંડક આપે છે. પ્રદુષણમાં તાજી હવા આપે છે, તેમ છતાં આ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. એસીના વપરાશથી ચરબી વધે છે. ઠંડી જગ્યા પર આપણું શરીર વધુ કેલરી ખર્ચ નથી કરતુ. જેનાથી ચરબી વધે છે.

  • એસીમાંથી નીકળતી ઠંડી હવાના કારણે સાંધા પર વિપરીત અસર પડે છે. તેનાથી ગળું, હાથ, ઘૂંટણોમાં દુખાવાની સાથે સાથે અકળાઈ જવાની સમસ્યા પણ થઇ શકે છે. અને આગળ વધીને આર્થરાઇટિસ પણ થઇ શકે છે.
  • હંમેશા એસીમાં રહેવાને કારણે શરીરને આ તાપમાનની આદત પડી જાય છે, એવામાં થોડા પણ ગરમ કે વધુ ઠંડા વાતાવરણમાં રહેવું પડે તો આપણે સહન નથી કરી શકતા. એવામાં બેચેની અને સ્ટ્રેસની તકલીફ થઇ શકે છે.
  • સતત એસીમાં રહેવાને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ ગડબડ થઇ જાય છે, જેને લીધે સ્નાયુમાં ખેંચાણ આવે છે અને માથું દુખે છે.
  • એક સંશોધન પ્રમાણે જે લોકો રોજ 4 કલાકથી વધુ એસીમાં રહે છે, તેમને સાયનસ થવાનો ખતરો રહે છે.
  • એસીની ઠંડી હવાને કારણે આંખોની ડ્રાયનેસ વધી જાય છે, જેનાથી આંખોમાં ખંજવાળ આવવી, પાણી નીકળવું, ખૂંચવું, અને આંખો લાલ થઈને એમાંથી પાણી પડવું જેવી તકલીફો થઇ શકે છે.
  • એસીની હવાને કારણે ક્યારેક શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શન અને એલર્જી પણ થઇ શકે છે.
  • લાંબા સમય સુધી એસીમાં રહેવાથી અસ્થમાની આશંકા પણ વધી શકે છે. જો તમને શરદી-ખાંસી કે ધૂળથી એલર્જીની તકલીફ હોય તો વધુ સમય માટે એસીમાં રહેવાથી બચો.
  • એસીની ઠંડી હવાને કારણે ત્વચાની કુદરતી નામી ઓછી થઇ જાય છે અને ત્વચા સૂકી થાય જાય છે, ખંજવાળ પણ આવે છે.

  • એસીનું તાપમાન ઓછું હોવાને કારણે બ્રેન સેલ્સ સંકોચાવા લાગે છે. તેની મગજ પર ખરાબ અસર પડે છે. ચક્કર પણ આવી શકે છે.
  • એસીનું તાપમાન ઓછું હોય છે ત્યારે શરીરે પોતાનું તાપમાન જાળવી રાખવા માટે વધુ મહેનત કરવું પડે છે, જેનાથી થકાન થઇ શકે છે.
team ayurved

Not allowed