શ્વેતા તિવારીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, પ્રેસ કોન્ફ્રન્સમાં જ કહ્યું, “મારી બ્રાની સાઈઝ ભગવાન…”

શરમ જેવી કઈ બચ્યું જ નથી બોલીવુડમાં, આ ખુબસુરત અભિનેત્રીએ બ્રાની સાઈઝ વિશે એવું બોલી ગઈ કે જાણીને ફેન્સ ભડક્યા

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેની સુંદરતા અને તેના જોરદાર એક્ટિંગના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લે છે. પરંતુ હવે શ્વેતાએ એવું નિવેદન આપ્યું છે જેના કારણે તે લોકોના નિશાના પર આવી શકે છે. તેણે ભોપાલમાં પોતાની બ્રા સાઈઝ અને ભગવાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

બુધવારે શ્વેતા તિવારી તેની આગામી વેબ સિરીઝની જાહેરાતને લઈને ભોપાલ પહોંચી હતી. જ્યાં તેણે પોતાની આખી ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં મીડિયા સાથે વાત કરતા શ્વેતા તિવારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. શ્વેતા તિવારીએ કહ્યું, ‘ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે’.

શ્વેતા તિવારી અને રોહિત રોય જેવા સેલેબ્સ ગઈકાલે ફેશન સંબંધિત વેબ સિરીઝ ‘શો સ્ટોપર’ની જાહેરાત કરવા માટે ભોપાલમાં હતા. શ્વેતાએ ભોપાલમાં મીડિયા સામે લોકોના દિલને ઠેસ પહોંચાડનારી આ વાત કહીને મુસીબત ખરીદી લીધી છે. આ દરમિયાન શ્વેતા તિવારીએ મંચ પર ચર્ચામાં મજાકમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શ્વેતા તિવારી વિવાદમાં જોવા મળી હોય. આ પહેલા પણ તેમના પારિવારિક વિવાદો મીડિયામાં આવતા રહ્યા છે. પહેલા તેના પતિ રાજા ચૌધરી સાથે અને પછી તેના બીજા પતિ અભિનવ કોહલી સાથેના તેના વિવાદો મીડિયામાં હેડલાઇન્સ બન્યા છે.

Team Akhand Ayurved

Not allowed