નાના પડદાની પોપ્યુલર અભિનેત્રી શ્વેતા તિવારીએ ‘કસૌટી ઝિંદગી કી’થી લઈને ‘અપરાજિતા’ સુધી ઘણું નામ કમાવ્યું છે. ટીવીની જાણીતી અભિનેત્રી 42 વર્ષની ઉંમરમાં પણ 25 વર્ષની યુવતિ લાગે છે. તેનું કારણ તેની ફિટનેસ છે. શ્વેતાએ પોતાની જાતને એવી રીતે જાળવી રાખી છે કે જ્યારે તે તેની પુત્રી પલક સાથે બહાર જાય છે ત્યારે લોકો શ્વેતાને પલકની મોટી બહેન માને છે. શ્વેતાએ 2019માં તેની ફિટનેસ સફર શરૂ કરી હતી અને ટૂંકા ગાળામાં તેનું ટ્રાન્સફોર્મેશન જોઇ બધા જ હેરાન રહી ગયા હતા.
શ્વેતા હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં શ્વેતા વ્હાઇટ ક્રોપ ટોપ અને જીન્સમાં જોવા મળી રહી છે. આ લુકને કંપલીટ કરવા તેણે મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે અને તે સ્ટાઇલિશ અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહી છે. તાહકો પણ આ તસવીરો પર દિલ હારી બેઠા છે. શ્વેતાની ફિટનેસ જર્નીની વાત કરીએ તો,
તેનું બીજી ગર્ભાવસ્થા દરમિયાન વજન વધી ગયુ હતું. આ વધેલા વજન પર, શ્વેતાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ કેપ્શન પર લખ્યું કે તેનું વજન 73 કિલો થઈ ગયું છે અને તેના પુત્રના જન્મ પછી તેને વજન ઘટાડવાની તીવ્ર ઈચ્છા થવા લાગી. જો કે, તેની વ્યસ્ત જીવનશૈલી અને વ્યસ્ત સમયપત્રકને કારણે શ્વેતા કસરત માટે સમય કાઢી શકતી ન હતી, તેથી તેણે ડાઇટિંગ કરવાનું વધુ સારું માન્યું. શરૂઆતમાં શ્વેતાએ આ ડાયટની મદદથી 10 કિલો વજન ઘટાડ્યું હતું.
શ્વેતાએ પોતાના ડાયટમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટનો સમાવેશ કર્યો હતો. શ્વેતા ડ્રાયફ્રૂટ્સ, ઓટ્સ, દાળ, બ્રાઉન રાઈસ અને વિટામિન સીથી ભરપૂર ફળો ખાતી હતી. તે દિવસભર પૂરતું પાણી પીને પોતાની જાતને હાઇડ્રેટ રાખતી હતી જેથી તેના શરીરમાં પાણીની કમી ન થાય. તેમજ પૂરતું પાણી પીવું પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે. ડાયટ પછી જ્યારે શ્વેતાનું વજન ઓછું થઇ ગયુ ત્યારે તેણે એક્સરસાઇઝ પણ શરૂ કરી દીધી. શ્વેતા પોતે માને છે કે વજન ઘટાડવું બિલકુલ સરળ નથી.
પરંતુ, તે અશક્ય પણ નથી. જો યોગ્ય ડાયટિંગ કરવામાં આવે અને કસરતને સમય આપવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. આજે શ્વેતાને જોઇને કોઇ કહી ન શકે કે તે 2 બાળકોની માતા છે. શ્વેતા 42 વર્ષની છે. શ્વેતાએ 4 ઓક્ટોબરે જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્વેતાનું કરિયર શાનદાર હતું પરંતુ તેની લવ લાઈફ સારી ન રહી. તેણે 2 લગ્ન કર્યા હતા અને બંને વખત તેના છૂટાછેડા થઇ ગયા.