શ્રદ્ધા હત્યા કેસમાં એક બાદ એક સનસનીખેજ ખુલાસાઓ થઇ રહ્યા છે. 26 વર્ષિય છોકરીની તેના લિવ ઇન પાર્ટનરે બેરેહમીથી હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા. આ કહાની હ્રદય કંપાવી દે તેવી છે. પરંતુ તેમાં સૌથી દુખદ પહલુ શ્રદ્ધાના પિતાનું છે. તેમને એ વાતનો અફસોસ છે કે તેમની દીકરીએ પ્રેમની જીદમાં તેમની વાત ન માની. જો તેમની દીકરીએ તેમની વાત માની લીધી હોત તો તે આજે જીવતી હોત. શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકર જણાવે છે કે, શ્રદ્ધા અને આફતાબના રિલેશનશિપ વિશે પરિવારને 18 મહિના બાદ ખબર પડી હતી.
શ્રદ્ધાની માતાને આ વિશે વર્ષ 2019માં ખબર પડી અને આનો તેણે વિરોધ કર્યો. શ્રદ્ધાએ કહ્યુ કે, તેને આફતાબ સાથે લિવઇનમાં રહેવુ છે. તે 25 વર્ષની થઇ ગઇ છે. તેને તેના નિર્ણય લેવાનો પૂરો હક છે. હું આજથી તમારી દીકરી નથી. તે એવું કહી ઘરેથી જવા લાગી. તેની માતાએ ઘણી મિન્નતો કરી, પરંતુ તે ના માની અને આફતાબ સાથે ચાલી ગઇ. તેમને તેના મિત્રોથી જાણકારી મળતી હતી. શ્રદ્ધાના આ નિર્ણયથી તેની માતાને ઊંડો આઘાત લાગ્યો હતો અને આને કારણે તે બીમાર રહેવા લાગી હતી. વર્ષ 2021માં તેમની મોત થઇ. માતાની મોત બાદ શ્રદ્ધાએ પિતા સાથે એક-બે વાર વાતચીત કરી હતી.
ત્યારે તેણે કહ્યુ હતુ કે, આફતાબ સાથે તેના સંબંધમાં કડવાહટ આવી ગઇ છે. તે દરમિયાન તે એકવાર ઘરે પણ આવી, ત્યારે તેણે જણાવ્યુ કે, આફતાબ તેની સાથે મારપીટ કરે છે. ત્યારે પિતાએ તેને ઘરે પાછા આવી જવા કહ્યુ, પરંતુ આફતાબના મનાવવા પર તે ફરી તેની સાથે ચાલ ગઇ. મૃતકના પિતાએ આગળ કહ્યુ કે, શ્રદ્ધાના ગયા બાદ તેના મિત્રો શિવાની માથરે અને લક્ષ્મણ નડારે જણાવ્યુ કે, શ્રદ્ધા અને આફતાબ વચ્ચે સંબંધ સારા નછી. આફતાબ તેને મારે છે. તેઓ કહે છે કે, મેં તેને ઘણીવાર સમજાવ્યુ, પરંતુ તેણે ક્યારેય વાત ના માની એ માટે તેમણે એની સાથે વાત કરી નહિ.
આ વચ્ચે 14 સપ્ટેમ્બરે તેમના દીકરા શ્રીજયને લક્ષ્મણે ફોન કરી કહ્યુ કે, શ્રદ્ધાનો ફોન બે મહિનાથી બંધ છે. આગળના દિવસે જ્યારે તેમણે દીકરા સાથે વાત કરી તો તેમને શ્રદ્ધાનો ફોન બંધ હોવાની જાણ થઇ. ત્યારે તેમણે લક્ષ્મણ સાથે વાત કરી અને મહારાષ્ટ્રના માનિકપુર પોલિસ સ્ટાેશનમાં શ્રદ્ધાના ગુમ થયાનો રીપોર્ટ દાખલ કરાવ્યો. તે બાદ ખબર પડી કે તે આફતાબ સાથે દિલ્લીમાં રહે છે. આ પર તેમણે દિલ્લીના મહરોલી પોલિસ સ્ટેશન પહોંચી આફતાબ વિરૂદ્ધ દીકરીના અપહરણની FIR દાખલ કરાવી. પોલિસે મંગળવારે જણાવ્યુ કે, આફતાબને હત્યા વિશે પૂછવા પર તે અંગ્રેજીમાં જવાબ આપે છે,
એવું નથી કે તેને હિન્દી નથી આવડતું પરંતુ તે અંગ્રેજીમાં વધારે કમ્ફર્ટેબલ છે. તેમણે કબૂલ કર્યુ છે કે, Yes i killed her. આ કેસમાં સવાલ એ છે કે આખરે શ્રદ્ધાની હત્યા ક્યારે થઇ ? આ સવાલના બે કારણો છે. પહેલું એ કે પોલિસનો દાવો છે કે શ્રદ્ધાની હત્યા મે મહિનામાં થઇ. બીજુ એ કે, તેના મિત્રનો લક્ષ્મણનો દાવો છે કે તેની જુલાઇમાં શ્રદ્ધા સાથે વાતચીત થઇ હતી. લક્ષ્મણે દાવો સોમવારના રોજ ઇન્ટરવ્યુમાં કર્યો. તેણે જણાવ્યુ કે, જુલાઇમાં શ્રદ્ધા સાથે તેનો વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ થયો હતો. ત્યારે શ્રદ્ધાએ કહ્યુ હતુ કે, મને બચાવી લે, નહિ તો આફતાબ મને મારી નાખશે.