પ્રેગ્નેટ છે સસરા મુકેશ અંબાણીની લાડલી વહુ શ્લોકા મહેતા, બેબી બંપ ફ્લોન્ટ કરીને આખા ગામને દેખાડ્યો, જુઓ ફોટાઓ

અંબાણી પરિવારે 31 માર્ચ 2023ના રોજ મુંબઈમાં દેશના પ્રથમ મલ્ટિ-આર્ટસ સેન્ટર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું, જે તેમના ‘જિયો વર્લ્ડ સેન્ટર’ની અંદર સ્થિત છે. અંબાણી પરિવાર છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. અંબાણી પરિવારની લાડલી ઇશા અંબાણી જ્યારે તેના બંને ટ્વિન બાળકોના જન્મ બાદ પહેલીવાર મુંબઇ પરત ફરી ત્યારે તેઓનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત અંબાણી પરિવાર દ્વારા અને પિરામલ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ.

તે બાદ અંબાણી પરિવારના નાના લાડલા અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચેંટ સાથે થઇ અને તે બાદ હવે અંબાણી પરિવારમાં વધુ એકવાર ખુશીઓ દસ્તક આપવાની છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા બીજી વખત માતા-પિતા બનવાના છે. શ્લોકાએ ‘NMACC’ના ત્રિદિવસિય ઉદ્ઘાટનમાં બીજ અને ત્રીજા દિવસે તેનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો.

ફરી એકવાર માતા બનવાની શ્લોકા મહેતાના ચહેરા પર ગર્ભાવસ્થાની ચમક જોવા મળી રહી હતી. શ્લોકાએ લહેંગામાં તેનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો અને આ સાથે તેણે સ્ટાઇલિશ બ્લાઉઝ કેરી કર્યો હતો, જે તેના લુકને વધારે ખૂબસુરત બનાવી રહ્યો હતો. 31 માર્ચ 2023ના રોજ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય ઉદ્ઘાટનના પહેલા દિવસે આકાશ અને શ્લોકા સાથે જોવા મળ્યા હતા અને પેપરાજીને પોઝ આપતા સમયે શ્વોકામો બેબી બંપ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.

જો કે, બીજા દિવસો અબુ જાની સંદિપ ખોસલાના લહેંગામાં શ્લોકાએ ફોટોશૂટ કરાવ્યુ હતુ અને આ દરમિયાન તેણે તેનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો. દુપટ્ટા વગરના આ લુકમાં શ્લોકા મહેતાનો મોટો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો. તસવીરોમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા તેના બેબી બંપને હાથ વડે પકડેલી પણ જોવા મળી રહી છે. શ્લોકાએ પોતાનો મેકઅપ ખૂબ જ મિનિમલ રાખ્યો છે પણ પ્રેગ્નેંસીને કારણે તેનો ચહેરા પણ ઘણી ચમક જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, આકાશ અને શ્લાકા મહેતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. 10 ડિસેમ્બર 2020ના રોજ શ્લોકા અને આકાશ પ્રથમ વખત પૃથ્વી અંબાણીના માતા-પિતા બન્યા હતા અને તે બાદ તેઓ હવે ફરી બીજી વાર પેરેન્ટ્સ બનવા તૈયાર છે.

ayurved

Not allowed