ગુજરાતમાં આ જગ્યાએ માણો ગોવાનો આનંદ, બોટિંગ સાથે સાથે સ્કૂબા ડ્રાઇવિંગ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ

દ્વારકા જાઓ ત્યારે ચોક્કસથી પ્લાન કરજો આ બીચ પર જવાનો, થાઈલેન્ડ અને ગોવાના બીચને પણ ભૂલી જશો

ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતને મળેલો છે. ગુજરાતના દરિયાકાંઠે ઘણા એવા બીચ આવેલા છે કે જેની સુંદરતા ગોવાના બીચને પણ ટક્કર મારે તેવી છે. જો કે, કેટલાક લોકો અજાણ હોવાને કારણે ત્યાં જતાં જ નથી. આવા જ એક બીચ વિશે અમે આજે તમને જણાવવા જઇ રહ્યા છે. આ બીચ છે દ્વારકાથી નજીકમાં આવેલો શિવરાજપુર બીચ. તે દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે જ આવેલો છે, અને આ બીચ થાઇલેન્ડ અને ગોવાના બીચને પણ ટક્કર આપે તેવો છે.

અહીં ગયા પછી તમને એવું લાગશે તે આ બીચ ગુજરાતમાં નહીં, પણ થાઈલેન્ડમાં આવેલો છે.અહીંના દરિયાનું પાણી એકદમ કાચ જેવું ચોખ્ખું છે અને દૂર-દૂર સુધી માનવ વસ્તી ના હોવાના કારણે અહીં ખાસ ભીડ પણ જોવા મળતી નથી. છેલ્લા દસેક વર્ષથી આ બીચ ટુરિસ્ટોમાં ખાસ્સો પોપ્યુલર બની રહ્યો છે. ગરમીની સીઝનમાં અહીં તમને તડકો વધારે લાગશે, પરંતુ તે સિવાય બીજી કોઈ સિઝનમાં જશો તો બીચની સુંવાળી રેતી પર મજા પડી જશે.

શિવરાજપુર બીચ પર પીવાનું પાણી, ફર્સ્ટ એડ સ્ટેશન, ચેન્જિંગ રૂમ, ચિલ્ડ્રન પાર્ક અને ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળેલો છે. ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ.

શું છે Blue Flag Certificate ?

ડેનમાર્કમાં ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (FEE) વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઈકો લેબલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપે છે. જેના માટે પર્યાવરણ, સલામતી સંબંધિત, શૈક્ષણિક વગેરે જેવા 33 ફરજિયાત માપદંડો પૂરા કરવાના રહેશે. જે ભારતના થુંડી અને કદમત બીચ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેમને બ્લુ બીચની યાદીમાં સ્થાન મળ્યું છે. બંને બીચ પર બીચની સફાઈ અને જાળવણી અને તરવૈયાઓની સલામતી માટે સ્ટાફ છે.

બંને બીચ એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (FEE) દ્વારા ફરજિયાત તમામ 33 ધોરણોનું પાલન કરે છે. બ્લુ બીચ સૂચિમાં અન્ય ભારતીય દરિયાકિનારા શિવરાજપુર-ગુજરાત, ઘોઘાલા-દીવ, કાસરકોડ અને પદુબિદ્રી-કર્ણાટક, કપડ-કેરળ, રૂષિકોંડા-આંધ્ર છે.રાજ્યમાં એડન, ગોલ્ડન-ઓડિશા, રાધાનગર- આંદામાન અને નિકોબાર, તમિલનાડુમાં કોવલમ અને પુડુચેરી.  કેવડિયા બાદ ગુજરાત સરકાર દ્વારકા નજીક શિવરાજપુર બીચને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રયાસ કરી રહી છે. આ બીચને થોડા સમય પહેલા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. જે વિશ્વના સૌથી સ્વચ્છ બીચમાં જોવા મળે છે.

શિવરાજપુર બીચથી દ્વારકા માત્ર 12-13 કિમી જ દૂર છે જ્યારે લાઇટહાઉસ ફેમ ઓખા લગભગ 23 કિમી દૂર આવેલું છે. દ્વારકા-ઓખા હાઇવે પર સ્થિત, ગુજરાતના આ પ્રખ્યાત બીચનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. આ બીચ શિવરાજપુર ગામ સુધી વિસ્તરેલો છે, જે દીવાદાંડી અને ખડકાળ બીચ વચ્ચે છે. કુદરતનું અનોખું સૌંદર્ય અહીં પથરાયેલું છે.

આ બીચ પર શું કરી શકશો :

  • બોટિંગ
  • સ્કુબા ડાઈવિંગ
  • આઈસલેન્ડ ટૂર
  • સી બાથ
  • સ્નોર્કલિંગ
  • સન સેટ

ટિકિટના દર :

  • બોટિંગ – 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
  • સ્કુબા ડાઈવિંગ – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
  • આઈસલેન્ડ ટૂર – 2300 રૂપિયા પ્રતિ વ્યક્તિ
  • સ્નોર્કલિંગ – 700 રૂપિયા પ્રતિ વ્યક્તિ

(ટિકિટનાં દરમાં ફેરફાર હોઈ શકે છે)

ayurved

Not allowed