ફોટોગ્રાફર પર ગુસ્સે થઇ શિલ્પા શેટ્ટી, બોલી- મોંમા ઘુસી ફોટો લેશો શું ? વીડિયો થયો વાયરલ

શિલ્પા શેટ્ટીની ગણતરી આમ તો પેપરાજીના ફેવરેટ સેલેબ્સમાં છે. અભિનેત્રી ક્યારેય પણ ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં ખચકાતી નથી. તે પેપરાજીઓને તસવીરો ક્લિક કરવા પણ નિરાશ નથી કરતી. ઘણીવાર આવતા-જતા શિલ્પા ફોટોગ્રાફર્સ સાથે વાત કરે છે અને સારી રીતે પેશ પણ આવે છે. પરંતુ હાલમાં એવું કંઇક થયુ કે તે પેપ્સ પર નારાજ થઇ બેઠી. શિલ્પાએ ફોટોગ્રાફર્સને બે વાતો પણ સંભળાવી દીધી. શિલ્પા શેટ્ટી ઇન્ડસ્ટ્રીની ફેશનેબલ સેલેબ્સમાંની એક છે.

શિલ્પાની સ્ટાઇલ ઘણીવાર લોકોને લુભઆવે છે. તેને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ પણ જોતા હોય છે. આ માટે પેપરાજી પણ તેના પાછળ લાગી જાય છે. પરંતુ આ વખતે ફોટો લેવાના ચક્કરમાં પેપ્સથી એક ભૂલ થઇ ગઇ. બસ પછી શું હતુ, શિલ્પાએ પણ તેમને સંભળાવી દીધી. ખરેખર થયુ એવું કે, શિલ્પા એક બિલ્ડિંગમાંથી બહાર આવી રહી હતી, ત્યારે પેપરાજીએ તેને સ્પોટ કરી, પછી તો પેપરાદી તેની પાછળ લાગી ગયા અને શિલ્પા ઘણા કેન્ડિડ અંદાજમાં તેમની સામેથી નીકળી. શિલ્પાએ રોકાવાના, દોડવાના અનેક પોઝ આપ્યા. પછી તે તેની કારમાં જવા લાગી.

પરંતુ ફોટોગ્રાફર્સનું મન આનાથી ના ભરાયુ. તેમણે શિલ્પાને રોકવાની કોશિશ કરી અને આ ચક્કરમાં તે તેના ઘણા નજીકથી ચાલ્યા ગયા. પેપરાજીની આ હરકતથી શિલ્પા નારાજ થઇ ગઇ અને તેણે કહ્યુ કે,મોંમા ઘુસી ફોટો લેશો શું ? આ બોલી શિલ્પા તેની કારમાં જવા લાગી. પરંતુ ઉતાવળમાં તેને કારમાં બેસતા બેસતા માથાના પાછળના ભાગમાં વાગ્યુ. પરંતુ શિલ્પા ખુશમિજાજ અભિનેત્રી છે, તે કોઇ પર ગુસ્સો નથી કરતી, પરંતુ હસીને બાય-બાય કરી નીકળી જાય છે. આ પૂરા વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ વીડિયો પર યુઝર્સ ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. ત્યાં કેટલાક લોકો શિલ્પાની પ્રશંસા પણ કરી રહ્યા છે.શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે જાણે છે કે તેના ચાહકોને પોતાનાથી કેવી રીતે જોડેલા રાખવાના છે. ક્યારેક તે બાળકો સાથે ફની વીડિયો શેર કરે છે, તો ક્યારેક તે ખાવા-પીવાના અને ક્યારેક તહેવારો અને પૂજા પાઠના વીડિયો શેર કરે છે. શિલ્પા છેલ્લે નિકમ્મા ફિલ્મમાં જોવામળી હતી. હવે તે રોહિત શેટ્ટીની સીરીઝ પુલિસ ફોર્સમાં નજર આવવાની છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઓટીટી ડેબ્યુ કરવા જઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ayurved

Not allowed