આ રાશિઓ પરથી શનિની સાડાસાતી થઈ પુરી, ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું કિસ્મત, જાણો તમારો સમય કેવો રહેશે

આપણા હિન્દુ ધર્મમાં ગ્રહો અને નક્ષત્રોને પર બધાને વિશ્વાસ હોય છે. અને આ બધાની સાથે, આપણા ધર્મ અને દિશાઓ વગેરેને પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે.અને આ બધાની સાથે જ્યોતિષશાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ગ્રહો-નક્ષત્રો રહીને સંકેતોનો માનવીના જીવનને સીધો સંબંધ છે. અને તેથી જ આપણે હંમેશાં સાંભળીએ છીએ કે કોઈ ગ્રહની હિલચાલમાં ફેરફાર થવાને કારણે, તે વ્યક્તિના ભાગ્યનું વલણ પણ બદલાય છે, જેનું પરિણામ તેના જીવનમાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું ઘણું મહત્વ હોય છે, જયારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે, તો એનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવનાર વર્ષમાં ગ્રહોની સ્થિતિમાં ઘણા બદલાવો થશે. આ જ વર્ષમાં શનિની સ્થિતિ પણ બદલાશે. શનિ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જેથી કેટલીક રાશિઓને ફાયદો થશે તો કેટલીક રાશિઓની પરેશાનીઓ વધી જશે.

આ આજ વર્ષે શનિ ધનુ રાશિ છોડીને પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરશે. ધન અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો, હવે કુંભ રાશિ માટે પણ સાડાસાતીનું પહેલું ચારણ શરુ થઇ જશે. તો જોઈએ કે કઈ રાશિ પર શનિદેવનો પ્રભાવ સારો રહેશે અને કઈ રાશિઓ પર શનિદેવનો પ્રકોપ થશે.

આ 4 રાશિઓ થશે શનિદેવના પ્રકોપથી મુક્ત –

ધન રાશિ –
શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે, એટલે જયારે શનિ ધન રાશિને છોડીને મકરમાં પ્રવેશ કરશે ત્યારે ધન રાશિવાળા જાતકોની બીજા ચરણની સાડાસાતી ખતમ થઇ જશે અને ત્રીજા ચરણની સાડાસાતી શરુ થશે, જેથી ધન રાશિવાળા લોકોના જીવનની તકલીફો પહેલા કરતા ઓછી થવા લાગશે. થોડી માસિક અને શારીક સમસ્યાઓ રહેશે પણ એ પાછલા વર્ષો કરતા વધુ અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ –
શનિના ધન રાશિથી મકર રાશિમાં જવાથી વૃશ્ચિક રાશિના લોકોને શનિના ચંગૂલથી મુક્તિ મળશે. છેલ્લા અઢી વર્ષમાં જે મહેનત કરી છે તેના શુભ પરિણામો મળવાનું શરૂ થશે. આ વર્ષ તમારા માટે આનંદદાયક અને પ્રગતિદાયક રહેશે. માનસિક તાણ અને મૂંઝવણ ઓછી થશે. તેમને વર્ષ 2021 માં ઘણા આનંદદાયક સમાચાર મળશે.

વૃષભ રાશિ –
શનિનો મકર રાશિમાં પ્રવેશ તમારા માટે પણ રાહત લાવશે. વૃષભ રાશિના જાતકો શનિની અઢી વર્ષની પનોતીના પ્રભાવથી મુક્ત થશે. જીવનમાં ચાલી રહેલી ઉત્તર-ચઢાવવાળી પરિસ્થિતિ ઓછી થશે. જીવનની ગાડી શાંતિથી પાટા ઉપર દોડશે. મકર રાશિમાં શનિના જવાની સાથે જ પનોતીની અસર ખતમ થઇ જશે.

કન્યા રાશિ –
છેલ્લા અઢી વર્ષ આ રાશિના જાતકો શનિની પનોતીની અસરમાં ચાલી રહયા હતા, શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકો પણ પનોતીથી મુક્ત થઇ જશે. મહેનતનું ફળ હવે જલ્દી મળશે. આર્થિક લાભના અવસર મળશે. ધારેલી જીવનમાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. પનોતી ખતમ થઇ જવાથી તમામ પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળી જશે.

શનિના મકર રાશિમાં પ્રવેશ કરવાથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરુ થઇ જશે અને મિથુન અને તુલા રાશિના જાતકો પર અઢી વર્ષની પનોતી લાગી જશે. એવામાં આ રાશિના જાતકોની આવનારું આખું વર્ષ સંઘર્ષમય બની શકે છે.

આ સિવાય બીજી રાશિઓ પર શનિના રાશિ પરિવર્તનનું શું અસર થશે જાણો –

મેષ –
વર્ષ 2021 માં મેષ રાશિના જાતકોએ શનિથી ડરવાની જરૂર નથી, આ રાશિના જાતકો પર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

મિથુન –
વર્ષ 2021 માં મિથુન રાશિના જાતકોની કુંડળીમાં સાડાસાતી નથી.

કર્ક –
વર્ષ 2021માં કર્ક રાશિના જાતકો પર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

સિંહ –
વર્ષ 2021માં સિંહ રાશિના જાતકો શનિની સાડાસાતીની અસરમાં નહિ આવે, એટલે તમારે એનાથી ડરવાની જરૂર નથી.

તુલા –
આ વર્ષે શનિદેવની સાડાસાતીની અસર તુલા રાશિના જાતકો પર નહિ પડે.

મકર –
શનિનું ગોચર પોતાની રાશિમાં જ થઇ રહ્યું છે, જેથી આ વર્ષે આ રાશિના જાતકો શનિની સાડાસાતીના બીજા ચરણમાં હશે.

કુંભ –
આ વર્ષે કુંભ રાશિના જાતકોની સાડાસાતીનું પ્રથમ ચરણ શરુ થઇ રહ્યું છે, જે આવતા પાંચ વર્ષ સુધી તમારી કુંડળીમાં જ રહેશે.

મીન –
આ વર્ષે મીન રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડાસાતી નથી.

Team Akhand Ayurved

Not allowed