
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ઘણા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં ઘણા સ્ટાર્સ એવા છે જેઓ શરૂઆતથી અત્યાર સુધી આ શો સાથે જોડાયેલા છે અને કેટલાક એવા છે જેઓએ આ સ્ટાર્સને રિપ્લેસ કર્યા છે. શોમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલાક સ્ટાર્સ અચાનક શો છોડીને ચાલ્યા ગયા છે. જયારથી શૈલેષ લોઢાએ શો છોડ્યો છે તે બાદથી તે સતત હેડલાઈન્સમાં છે.
શૈલેશે શો છોડ્યા પછી ક્યારેય સીધી વાત કહી નથી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા સતત તેણે મેકર્સ પર નિશાન સાધ્યું છે. આ સાથે જ શૈલેષે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પોતાનો શો છોડવાનું કારણ જાહેર કર્યું છે. શૈલેષ લોઢાએ RJ સિદ્ધાર્થ કાનન સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન શો છોડવાનું કારણ જણાવ્યું હતું. શૈલેષ લોઢાએ બશીર બદરની કવિતાની કેટલીક પંક્તિઓ વાંચી. શૈલેષ લોઢાએ કહ્યું-
‘કુછ તો મજબૂરી રહી હોગી, યૂ હી કોઇ બેવફા નહિ હોતા. ભારતીયો ખૂબ જ લાગણીશીલ હોય છે. હું મારી જાતને સેન્ટિમેંલ ફૂલ કહું છું. તે ખૂબ જ સ્વાભાવિક છે કે જો તમે 14 વર્ષથી કોઈની સાથે જોડાયેલા છો, તો તમે તેની સાથે જોડાઈ જશો. હું એવી વ્યક્તિ છું જેની પાસે ધીરજ બહુ ઓછી છે પરંતુ આ શોએ મને ધીરજ રાખવાનું શીખવ્યું. એવું નથી કે હું એ કહેવા માંગતો નથી કે મેં શો કેમ છોડ્યો. હું કહીશ પણ હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું.
તમને જણાવી દઈએ કે, શૈલેષ લોઢા પછી આ શોમાં સચિન શ્રોફે તેમની જગ્યા લીધી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે તે આ પાત્રને સારી રીતે નિભાવવાની પૂરી કોશિશ કરશે. આ દરમિયાન તેણે કહ્યું હતું કે જે રીતે ખાંડ સ્વાદ અનુસાર પાણીમાં ઓગળે છે, તે જ રીતે હું આ પાત્રને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ.