શહેનાઝ ગિલે એક સમયે બહુ જાડી હતી, હવે ફિગર તો જો બનાવ્યું, લટ્ટુ થઇ જશો લટ્ટુ

પંજાબની કેટરીના કૈફ અને ભારતની શહેનાઝ ગિલે હાલમાં જ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ છે. ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ શહેનાઝ થાઈલેન્ડમાં વેકેશન માણતી જોવા મળી રહી છે. શહનાઝ ગીલે હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. શહનાઝ ફૂકેતમાં છે અને ખૂબ એન્જોય કરી રહી છે. શહનાઝ ગિલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

આવી સ્થિતિમાં આ વખતે કિસી કા ભાઈ કિસી કી જાન એક્ટ્રેસે તેના ફૂકેત વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ એક્ટ્રેસની પ્રશંસા કરી રહ્યા છે. શહનાઝ બીચ પર ઝૂલતી જોવા મળી રહી છે. શહનાઝે આ તસવીરોને ખૂબ જ ક્યૂટ કેપ્શન આપ્યું છે. શહનાઝ ગિલે લખ્યું – જ્યારે પણ હું પ્રકૃતિની વચ્ચે હોઉં છું ત્યારે હું મારી જાતને શ્રેષ્ઠ અનુભવું છું. તમને જણાવી દઈએ કે, શહેનાઝ ગિલના ફેન્સ તેની ફૂકેત વેકેશનની તસવીરો જોઈને ખૂબ જ પ્રેરિત થઈ રહ્યા છે.

શહનાઝના ફેન્સ તેને કોમેન્ટ બોક્સમાં કહેતા જોવા મળ્યા હતા કે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. આવી સ્થિતિમાં તેણે આ જીવન પોતાના માટે બનાવ્યું છે. એક યુઝરે લખ્યું કે તે આવા જીવનની હકદાર છે. તો કોઈએ કહ્યું- આ ગર્વની લાગણી છે, તમે આમ જ મહેનત કરતા રહો. આ પહેલા શહેનાઝે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે પિઝા અને નારિયેળ પાણી જેવી અનેક વસ્તુઓની મજા લેતા જોવા મળી હતી. શહનાઝ ગિલ થાઈલેન્ડના ફૂકેતમાં છે.

બીચ વેકેશનની કેટલીક તસવીરો શેર કર્યા પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી હતી. આ લુક સાથે તેણે ડાર્ક સનગ્લાસ પહેર્યા હતા. તસવીરો શેર કરતા શહેનાઝ ગિલે લખ્યું હતુ કે, “ફૂકેત આયી હૂં. પેટ પૂજા કર રહી હૂં.” તેણે ફૂકેતના રિસોર્ટને પણ ટેગ કર્યું હતુ. શહનાઝ ગિલે તેના રૂમની તસવીરો પણ શેર કરી હતી, જેમાં ટેબલ પર હાથથી લખેલી નોટ રાખવામાં આવી હતી.

ત્યાં તેનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જણાવી દઇએ કે, શહનાઝ ગિલ બિગ બોસ 13 થી ફેમસ થઈ હતી. તે સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે સિદ્ધાર્થ શુક્લા સાથે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. તેના સિવાય કિસી કા ભાઈ કિસી કી જાનમાં સલમાન ખાન સાથે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ayurved

Not allowed