સિક્કા પર બનેલા આ નિશાનમાં છુપાયેલા છે ઘણા રાઝ, તે નિશાનનો મતલબ જાણીને તમે પણ ચોકી જશો

એક દિવસમાં આપણે ઘણી વખત સિક્કાની લેવડ દેવડ કરતા હોઈએ છીએ પરંતુ શું તમે સિક્કો પર અંકિત કરવામાં આવેલા ખાસ ચિન્હો પર નજર કરી છે? તમે નોટ ઓળખવાની ઘણી ટ્રીક જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે ભારતીય સિક્કામાં પણ ઘણા રાઝ છુપાયેલા હોય છે. તમે સિક્કાને જોઈને પણ ઘણા રાઝ જાણી શકો છો.

જો તમારી પાસે હાલ કોઈ સિક્કો હોય તો તેને જુઓ જ્યાં સિક્કાનું પ્રોડક્શન વર્ષ લખેલું હોય છે તેની નીચે કોઈ ડોટ, સ્ટાર કે પછી કપયેલા હીરા જેવું ચિન્હ દેખાતું હશે. આજે અમે સિક્કા પર બનેલા તે ચિન્હો વિશે જણાવીશું જેનાથી તમે જાણી શકશો કે સિક્કો ક્યાંથી આવેલો છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ભારતીય સિક્કા ટકસાલમાં બને છે. ટકસાલ તે જ સરકારી કારખાનું છે જ્યાં સરકારના આદેશ અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કાને બહાર પાડવામાં આવે છે અને તેને મિન્ટ પણ કહેવાય છે. ભારતમાં કુલ ચાર ટકસાલ છે જેમાં મુંબઈ, કોલકત્તા, હૈદરાબાદ અને નોઈડા છે.

દરેક ટકસાલમાં બનેલ સિક્કાની અલગ અલગ ઓળખાણ હોય છે અને તમે સિક્કાને જોઈને તે જાણી શકો છો કે તે કઈ ટકસાલ કે મિન્ટમાં બનેલો છે. જણાવી દઈએ કે દરેક સિક્કામાં નીચેની બાજુ એક શેપ બનેલો હોય છે તે ટકસાલ વિશે જણાવતા હોય છે.

1.ડાયમંડ માર્ક: જે સિક્કાઓ પર ડાયમંડ શેપ હોય છે તે સિક્કા મુંબઈની ટકસાલના હોય છે. તે સિક્કા પર અંકિત નિર્માણ વર્ષની એકદમ નીચે હોય છે. ઘણા સિક્કામાં B (બોમ્બે) માર્ક પણ મુંબઈ મિન્ટનો હોય છે અને 1996 પછી તેની પર M અંકિત કરેલું હોય છે.

2.સ્ટાર માર્ક: હૈદરાબાદ મિન્ટમાં છપાયેલા સિક્કાની નીચે સ્ટાર માર્ક હોય છે. તેમજ કેટલાક સિક્કામાં ડાયમંડ ચિન્હ પણ બનેલું હોય છે. જોકે ડાયમંડ ચિન્હમાં એક ડોટ પણ છપાયેલો હોય છે. હૈદરાબાદ મિન્ટના સિક્કા પર વર્ષની નીચે સ્ટાર માર્ક બનેલો હોય છે.

3.તૂટેલા ડાયમંડ વાળું માર્ક: હૈદરાબાદ મિન્ટની શરૂઆતમાં સ્ટાર માર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બદલીને ડાયમન્ડ શેપમાં લાવવામાં આવ્યું અને તેમાંથી કેટલાક સિક્કામાં તૂટેલો ડાયમન્ડ પણ શામેલ છે.

4.ગોળ માર્ક: નોઈડાની ટકસાલમાં બનવા વાળા સિક્કા પર એક ડોટની નિશાન હોય છે. ત્યાં છપાતા 50 પૈસાના સિક્કા પર સૌથી પહેલા ડોટનું નિશાન બનાવવામાં આવ્યું હતું.

5.એક પણ નિશાન નહિ: કોલકત્તા મિન્ટમાં બનવા વાળા સિક્કામાં કોઈ નિશાન. તેની પાછળ અંગ્રેજી હુકુમત દરમ્યાનથી જ કોલકત્તા મિન્ટમાં જે સિક્કા બનતા હતા તેની પર કોઈ માર્ક હતા નહિ. તેમજ રોયલ કેનાડા મિન્ટના સિક્કા પર ‘C’, રોયલ મિન્ટ લંડનના સિક્કા પર નાનો ડોટ, ધ મોસ્કો મિન્ટના સિક્કા પર mmd, હિટન પ્રેસ મિન્ટ, યુકેના સિક્કા પર ‘H’ અને મેક્સિકો સીટીના સિક્કા પર ‘M’ અને ‘O’નું માર્ક હોય છે.

જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ સિક્કાને લેવાની ના પાડે છે તો તેના વિરુદ્ધ FIR નોંધાવી શકાય છે. તેના વિરુદ્ધ ભારતીય મુદ્રા અધિનિયમ તેમજ IPC ધારા વિરુદ્ધ કાર્યવાહી થશે. મામલાની ફરિયાદ રિઝર્વ બેન્કમાં પણ કરી શકાય છે.

જો કોઈ સિક્કો એક રૂપિયા કરતા ઉપરનો છે તો તે પ્રકારના સિક્કાથી માત્ર 1000 રૂપિયા સુધી ચૂકવી શકાય છે તેના કરતા વધારે સિક્કા ચૂકવવા કાનૂની અપરાધ છે. જો કોઈ વ્યક્તિ 50 પૈસાના સિક્કામાં કોઈ રકમ ચૂકવવા માંગે છે તો તે ફક્ત 10 રૂપિયા સુધી ચૂકવી શકે છે.

team ayurved

Not allowed