બે મલયાલમ અભિનેત્રીઓની જાહેરમાં છેરતી કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમની ફિલ્મ “સેટરડે નાઇટ”ના પ્રચાર માટે રાજ્યમાં પ્રવાસ કરી રહી હતી. આ ઘટના એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક અભિનેત્રી એક વ્યક્તિને થપ્પડ મારતી જોવા મળે છે જેણે તેને કથિત રીતે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. મલયાલમ અભિનેત્રી સાનિયા અયપ્પન કેરળમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન જાતીસતામણીનો શિકાર બની હતી. સાનિયાએ બુધવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેણે લખ્યું છે કે તે તેની આગામી ફિલ્મ ‘સેટરડે નાઈટ’ના પ્રમોશન માટે કોઝિકોડના હિલિ મોલમાં ગઈ હતી. અહીં તેની અને સાથી અભિનેત્રી ગ્રેસ એન્ટની સાથે ભીડમાં ગેરવર્તણૂક કરવામાં આવી હતી.
તો ગ્રેસે પણ સોશિયલ મીડિયા પર આવી જ એક પોસ્ટ લખી છે. સાનિયાએ પણ આ વાત શેર કરી છે. સોશિયલ મીડિયા પર સાનિયાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે એક વ્યક્તિને થપ્પડ મારતી જોવા મળી રહી છે. કેરળ મોલે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સાનિયાએ લખ્યું, ‘હું અને ફિલ્મની ટીમ અમારી નવી ફિલ્મ ‘સેટરડે નાઈટ’ના પ્રમોશન માટે કાલિકટના એક મોલમાં પહોંચી હતી. સમગ્ર કાલિકટમાં પ્રમોશન ઈવેન્ટ્સ સારી રીતે ચાલી. અમને આટલો પ્રેમ આપવા બદલ હું તમારો આભાર માનવા માંગુ છું. આ ઇવેન્ટ દરમિયાન, મોલમાં ખૂબ ભીડ હતી અને સુરક્ષા ભીડને નિયંત્રિત કરવામાં સક્ષમ ન હતી.
હું અને મારી એક કો-સ્ટાર ઈવેન્ટ પછી પાછા જઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ છોકરાએ મારા પાર્ટનર સાથે ખરાબ વર્તન કર્યું. ભીડને કારણે, મારી સાથી તે છોકરાને જોઈ શકી નહિ અને ન તો કોઈ પ્રતિક્રિયા આપી શકી. અભિનેત્રીએ લખ્યું- મારા પાર્ટનર સાથે ગેરવર્તન કર્યા પછી મારી સાથે પણ આવું જ કૃત્ય થયું. હું ચોંકી ગઈ હતી અને તમે વીડિયોમાં મારી પ્રતિક્રિયા જોઈ શકો છો. હું પ્રાર્થના કરું છું કે કોઈને પણ તેમના જીવનમાં આ પ્રકારના આઘાતનો સામનો ન કરવો પડે. આશા છે કે મહિલાઓ વિરુદ્ધ હિંસાની આ ઘટના બાદ આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
So I wish no one has to face this kind of unwanted trauma in their life, for violence against women there will be consequences and actions against these misogynistic individuals. pic.twitter.com/mbrGaZ2E8I
— Saniya Iyappan (@SaniyaIyappan_) September 27, 2022
સાનિયાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર જે વીડિયોનો ઉલ્લેખ કર્યો છે તે હવે વાયરલ થયો છે. તે જોઈ શકાય છે કે જ્યારે ટોળું તેમને ઘેરી લે છે અને તેમની સાથે ખરાબ વર્તન કરે છે, ત્યારે તેઓ એક વ્યક્તિને થપ્પડ મારે છે. આ ઘટના જ્યાં બની હતી તે હિલિટ મોલ ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં અભિનેતા-નિર્માતા ટોવિનો થોમસ તેમની ફિલ્મ થલ્લુમાલાના પ્રમોશન માટે આ મોલમાં ગયા હતા. તેમની ટીમને મોલમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી.
#SaniyaIyyappan attacked fan for misbehaving during #Saturdaynight promotion event. Another actress #Graceantony also experience the same.
Shame 👎#NivinPauly #SaturdayNights pic.twitter.com/H30BdqC6JV
— CINEGO MEDIA 📺 (@yuvianoop) September 27, 2022