‘રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. રાજકોટમાં તેમણે એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો અને તેમના આ કૃત્યને કારણે તેઓ ફરી વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિએ એક યુવકને ઢોર માર્યો હોવાના CCTV સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.
મયુરસિંહ રાણા નામના વ્યક્તિને દેવાયત ખવડ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તે બાદ તેને સારવાર અર્થે પહેલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જો કે, ત્યાંથી વધુ સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. તે જ્યારે પોતાની ઓફિસથી ઘરે જમવા જઈ રહ્યા હતા
ત્યારે સ્વીફ્ટ કારમાંથી બે શખ્શો ઉતર્યા અને મયુરસિંહને હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડી. સ્વીફ્ટમાંથી જે બે વ્યક્તિઓ ઉતર્યા તેમના હાથમાં બેઝ બોલના ધોકા જેવી વસ્તુ હતી, જેનાથી મયૂરસિંહને માર મારવામાં આવ્યો હતો.હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આઇપીસીની કઈ કલમ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે હવે જોવાનું રહ્યુ.
આ મામલે એવી વિગત પણ સામે આવી છે કે, દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત હાલ સામે આવી છે. ત્યારે ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા બાદ તેના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મેટરમાં હોસ્પિટલના બિછાનેથી ઘાયલ થયેલા યુવાન મયુરસિંહ અશોકસિંહ રાણા (ઉમર 30 વર્ષ , રહે.કાલાવડ રોડ) મીડિયા રિપોર્ટ્સને જણાવ્યા અનુસાર આજે બપોરે 2:45 વાગ્યાના અરસામાં તે જ્યારે સર્વેશ્વર ચોકમાં ઉભો હતો ત્યારે સફેદ કલરની કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાં દેવાયત ખવડ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા પછી સ્વીફ્ટ ગાડીમાંથી બંને વ્યક્તિઓએ ધોકો લઈને ઉતર્યા હતા ને તે કશું સમજે તે પહેલાં જ રસ્તા પર તેના પર હથિયારોથી તૂટી પડ્યા હતા.
રાજકોટમાં ગુંડા બેફામ: હાસ્ય કલાકાર દેવત ખવડ જાહેરમાં કરી ગુંડા ગીરથી, તમે પણ સીસીટીવી જોઈ ચોકી જશો.
#Rajkot #News #devayatkhavad #rajkotpolice #gujaratpolitics @CP_RajkotCity @GujaratPolice pic.twitter.com/FY4vpRyKty
— Jay Bhinde (@JB_Bhinde) December 7, 2022