ખૂબ જ બોલ્ડ કપડા પહેરવા પર ટ્રોલ થઇ સારા અલી ખાન, પોકેટથી પણ વધારે નાના હતા પટૌડી ગર્લના શોર્ટ્સ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની દરેક સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. તેની એનર્જી અને તેની સ્ટાઇલ લોકોના મન મોહી લે છે અને તે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઇલનો જાદુ ફેલાવતી પણ જોવા મળે છે. લોકો તેના શેર કરેલા વીડિયોને ખૂબ પસંદ કરે છે અને કેટલાક તો એવા વાયરલ પણ થઈ જાય છે કે વાત ના પૂછો. ત્યારે સારા અલી ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. સારાની આ તસવીરોમાં તેનો લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

પેપરાજી સારા અલી ખાનને વર્કઆઉટ સમયે લગભગ દરરોજ સ્પોટ કરતા રહે છે. ત્યારે ફરી એકવાર તે તેના વર્કઆઉટ લોકેશન બહાર જોવા મળી, ત્યારે તે સમયનો સારાનો લુક ટોક ઓફ ધ ટાઉન બની ગયો. આ દરમિયાન સારાએ એવા કપડા પહેર્યા હતા જે ટ્રોલર્સને બિલકુલ પસંદ ન આવ્યા અને તેના કપડાના કારણે તેઓએ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે સારા ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે.

અભિનેત્રીનું શોર્ટ્સ એટલું ટૂંકુ હતુ કે તેના ખિસ્સા પણ શોર્ટ્સ કરતા લાંબા હતા. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ તે યુઝર્સના નિશાના પર આવી ગઈ હતી. એક યુઝરે લખ્યું – ‘સારાના ખિસ્સાની લંબાઈમાં તેનું પેન્ટ નથી.’ એકે લખ્યું, ‘જ્યારે પહેરવા માટે કપડાં નહીં હોય ત્યારે પૈસા શું કરશે.’ બીજા એકે લખ્યું ‘શોર્ટ્સ એટલા ટૂંકા છે કે ખિસ્સું બહાર આવી રહ્યું છે.’ એક ટ્રોલર્સે લખ્યું, ‘જ્યારે ખિસ્સા બહાર દેખાતા હોય એવા શોર્ટ્સ કેમ પહેરો છો.’

આ સાથે જ સારાના કપડા પર ઘણા વધુ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાને ઘણું વજન ઘટાડીને પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે અને આ સફર હજુ અટકવાનું નામ નથી લઈ રહી. તે તેના લૂકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લગભગ દરરોજ જિમ, યોગા અને Pilates ક્લાસ તે આવતા-જતા રહે છે. સારા અલી ખાન એ હસીનાઓમાંની એક છે, જેના પાત્રમાં જ નહિ પરંતુ સ્ટાઇલમાં પણ મસ્તીની ઝલક જોવા મળે છે.

આમ તો સારાને ઇન્ડિયન સ્ટાઇલના આઉટફિટથી ઘણો લગાવ છે, પરંતુ શુટ્સ-ફિલ્મ પ્રમોશન્સ વચ્ચે તે વધારે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.આ સિવાય તેની પાસે ગેસલાઈટ પણ છે, જેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. સારા અલી ખાન બોલિવૂડમાં જે ઝડપે આગળ વધી રહી છે. તેને જોઈને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં તેની લાંબી અને સારી સફર થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ayurved

Not allowed