સુશાંત સિંહ રાજપૂતની આ અભિનેત્રીએ થાઇલેન્ડમાં પહેરી લીધી બિકી, પહેલા તો બોવ સીધી હતી પણ હવે…

બાળ કલાકારના રૂપે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી સંજના સાંઘી 26 વર્ષની થઇ ચુકી છે. 2- સપ્ટેમ્બર 1996ના રોજ દિલ્લીમાં જન્મેલી સંજના જ્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ રોક્સ્ટારમાં બાળ કલાકારાના રૂપે કામ કરવાનો મોકો મળ્યો હતો. જેના બાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે અને 2020 માં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ દિલ બેચારા થી અભિનેત્રી તરીકેની સફર શરૂ કરી હતી.

સંજના અન્ય અભિનેત્રીઓની જેમ સ્ક્રીન પર ભલે સિમ્પલ લુકમાં જોવા મળતી હોય પણ અસલ જીવનમાં તે એકદમ બોલ્ડ અને આકર્ષક છે. તેની ફેશન અને સ્ટાઈલના લોકો ખુબ દીવાના છે. સંજના હરવા ફરવા માટે અવાર-નવાર વેકેશન માટે જાય છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે. એવામાં હાલમાં જ સંજના વેકેશન માટે થાઈલેન્ડ પહોંચી છે અને ત્યાંની સુંદર વાદીઓની તસવીરો પણ શેર કરી છે.

સંજનાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે બિકીનીથી લઈને અલગ અલગ આઉટફિટ પહેરીને મજા માણી રહી છે. વીડિયોમાં સંજના બોટિંગથી લઈને સ્કિની સવારી કરતી પણ જોવા મળી રહી છે. સંજનાએ અહીંના લોકલ ફૂડનો પણ આનંદ માણ્યો હતો. વીડિયોમાં સંજના એકદમ ખુશ અને બિંદાસ મૂડમાં જોવા મળી રહી છે.વીડિયોની શરૂઆતમાં સંજના બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે એકદમ હોટ લાગી રહી છે.

વીડિયો શેર કરીને સંજનાએ કેપ્શનમા લખ્યું કે,”જીવનમાં નાની નાની બાબતોની ખુશી”. સંજનાનો આ અવતાર લોકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોએ વીડિયો પર ‘ખુબ જ સુંદર મેમ, સ્વર્ગમાં સ્વર્ગની રાની, તમે ખુબ જ સુંદર છો વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે.

રોક્સ્ટારમાં બાળ કલાકારાના રૂપે કામ કરનારી સંજનાએ બાર બાર દેખો, હિન્દી મીડીયમ, ફુકરે રિટર્ન્સ જેવી ફિલ્મોમાં પણ સ્પોર્ટિંગ એક્ટ્રેસના રૂપે કામ કર્યું હતું. આ સિવાય તે શોર્ટ ફિલ્મ ઉલજે હુએમાં પણ કામ કરી ચુકી છે. જો કે સંજના દિલ બેચારા ફિલ્મ માટે જાણવામાં આવે છે. ફિલ્મમાં બંનેની જોડી દર્શકોએ ખુબ પસંદ કરી હતી, અને તેની લોકપ્રિયતા પણ વધી ગઈ હતી.

જો કે આ ફિલ્મ માટે લીડ રોલ મળવો સંજના માટે આસાન ન હતું. ફિલ્મ માટે સંજનાને 10 ઓડિશન્સ આપવા પડ્યા હતા. તાજેતરમાં જ સંજના ઓમ-દ બેટલ વિદિન માં જોવા મળી હતી અને તેની આવનારી ફિલ્મ ધક ધક હશે, જેમાં દિયા મિર્ઝા, તાપસી પન્નુ, રત્ના પાઠક શાહ અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96)


સુશાંતના નિધન વખતે સંજનાએ ભાવુક  પોસ્ટ પણ શેર કરી હતી. સંજનાએ કહ્યું કે,”‘ફિલ્મના પ્રમોશન દરમિયાન દરેક નાની-મોટી બાબતો પર માર્ગદર્શન આપવા, મને સેટ પર મારી ઉર્જાના સંરક્ષણ વિષે જણાવવા માટે, આપણે કઈ રીતે ભારત જઈ શકીએ તેની ચર્ચા કરવા. બાળકો માટે ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યનું નિર્માણ કરી શકે છે, તમે એક શક્તિ હતા અને તમે હંમેશા હશો.કાશ તમે અમને છોડીને ના ગયા હોત. તમારી પાસે લાખોનો દેશ છે, તમારી તરફ જોઈને તમારી તરફ હશે છે, તમારો આભારી છો. “

urupatel.fb

Not allowed