નેહા કક્કરને હરાવનાર એ ઇન્ડિયન આઇડલ વિનર જે શો જીતી જીવનની જંગ હારી ગયો હતો, આજે હોત તો નેહા કક્કર પર પણ પડત ભારે

કાશ આ દિગ્ગજ સિંગર જીવિત હોત તો આજે નેહા કક્કરનું કાઈ જ આવત, જોઈ લો કેવી રીતે થયું દુઃખદ નિધન

‘ઇન્ડિયન આઇડલ 12’ થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આમાં આવનાર દરેક કંટેસ્ટેંટના અવાજના દરેક જગ્યાએ વખાણ થયા હતા. પરંતુ આજે અમે તમને એક એવા કંટેસ્ટેંટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે શોની બીજી સીઝન જીતીને સનસની ફેલાવી દીધી હતી અને નેહા કક્કર જેવી સિંગરને પણ માત આપી હતી. આ કંટેસ્ટેંટ સંદીપ આચાર્ય હતા. રાજસ્થાનના બિકાનેરના વતની સંદીપ આચાર્યે ‘ઇન્ડિયન આઇડલ’ની બીજી સિઝન જીતીને રાતોરાત હેડલાઇન્સ બનાવી દીધી હતી. જીત્યા પછી, તેને સોની BMG સાથે એક કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો, એક લક્ઝુરિયસ કારની સાથે મ્યુઝિક આલ્બમનો કોન્ટ્રાક્ટ. આ જ સિઝનમાં સિંગર નેહા કક્કર પણ સ્પર્ધક તરીકે જોડાઈ હતી. પરંતુ તે ત્રીજા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી.

નેહા કક્કર માત્ર 3 વર્ષની ઉંમરથી ગીતો ગાય છે, પરંતુ તેમ છતાં તે ‘ઈન્ડિયન આઈડલ 2’માં છેલ્લા રાઉન્ડ સુધી ટકી શકી નહોતી. ત્યાં, સંદીપ આચાર્ય તે સિઝનના વિજેતા બન્યા હતા. પણ કોને ખબર હતી કે જેની ગાયકી લોકોને પોતાના દિવાના બનાવી રહી હતી એવા સંદીપ આચાર્ય નાની ઉંમરે આ દુનિયા છોડી જશે. સંદીપ આચાર્યનું 15 ડિસેમ્બર 2013ના રોજ અવસાન થયું હતું. એવું કહેવાય છે કે તેને કમળો થયો હતો, જેના પછી તેને તાત્કાલિક ગુરુગ્રામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેની તબિયત બગડી અને પછી તેનું મોત થયું.

કહેવાય છે કે સંદીપ આચાર્ય બિકાનેરમાં એક લગ્નમાં ગયા હતા અને ત્યાં તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના પછી પરિવારના સભ્યો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ તેને બચાવવામાં આવી શક્યો ન હતો. ‘ઈન્ડિયન આઈડલ 2’ પછી સંદીપ આચાર્યનું જીવન બદલાઈ ગયું હતું. રેડિફને આપેલા ઈન્ટરવ્યુમાં સંદીપ આચાર્યએ જણાવ્યું હતું કે તે એક શો માટે 2.5 થી 3 લાખ રૂપિયા લે છે અને તે એક વર્ષમાં 60 થી 65 શો કરે છે.

તેણે વિદેશમાં પણ પરફોર્મ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ, અમેરિકા, દુબઈ, આફ્રિકા, ઈન્ડોનેશિયા અને નેપાળ જેવા દેશોમાં પરફોર્મ કર્યું હતું.સંદીપ આચાર્યએ 2 સોલો આલ્બમ બહાર પાડ્યા હતા – ‘મેરે સાથ સારા જહાં’ અને ‘વો પહેલે બાર’. આ સિવાય તેણે સોની ટીવી પર ‘કૈસા યે પ્યાર હૈ’માં પણ કામ કર્યું હતું. નેહા કક્કર આજના સમયની સૌથી હિટ સિંગર છે. આજે ફિલ્મોના ગીત હોય કે પછી કોઇ મ્યુઝિક આલ્બમ તે તેના ગીતોથી હંગામો મચાવી દે છે. તે તેના મ્યુઝિક વિડીયો પણ લોન્ચ કરતી રહે છે, જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે.

આજે સફળતાના શિખરોને સ્પર્શનારી નેહા ઈન્ડિયન આઈડલ 2ના ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. તેના અવાજને ટક્કર આપનાર અવાજ સંદીપ આચાર્યનો હતો. એ જ સંદીપ આચાર્ય જેણે ઈન્ડિયન આઈડલની બીજી સીઝન જીતીને બધે જ ખળભળાટ મચાવ્યો હતો.  રાજસ્થાનના બિકાનેરના રહેવાસી સંદીપ આચાર્યનો જન્મ 04 ફેબ્રુઆરી, 1984ના રોજ થયો હતો. ‘ઈન્ડિયન આઈડલ’ની બીજી સિઝન જીતીને તે રાતોરાત સ્ટાર બની ગયો.  આ સિંગિંગ કોમ્પિટિશન જીત્યા પછી, સંદીપનું કરિયર ઘણું આગળ વધવાનું હતું પણ કોણ જાણતું હતું કે તે ખૂબ જ નાની ઉંમરે આ દુનિયા છોડી દેશે.

15 ડિસેમ્બર 2013 ના રોજ, 29 વર્ષીય સંદીપે આ દુનિયાને અલવિદા કહ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંદીપ કમળાથી પીડિત હતો. તેને ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત એટલી બગડી ગઈ હતી કે તેને બચાવી શકાયો ન હતો.

ayurved

Not allowed