ક્યારેક બોલીવુડમાં હુસ્નની રાણી હતી…નિકાહ કર્યા પછી જુઓ કેવી બદલાઈ ગઈ

ફિલ્મ અને ટીવી અભિનેત્રી સના ખાને ગયા વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. જોકે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા હજી સુધી પહેલા જેવી જ છે. બિગબોસની ફેમ સના ખાન પોતાનુ લગ્ન જીવન ભરપૂર રીતે એન્જોય કરી રહી છે. નવેમ્બર 2020માં ગુજરાતના મૌલવી સાથે લગ્ન કરનારી સના ખાનનો અંદાજ લગ્ન પછી ઘણો બદલાઈ ગયો છે. સનાનો જન્મ 21 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. સનાના પિતા કેરળના કન્નૂરથી છે જ્યારે માતા સઇદા મુંબઈની છે.

સનાએ બોલીવુડમાં કારકિર્દીની શરૂઆત વર્ષ 2005માં ખૂબ જ ઓછા બજેટની ફિલ્મ ‘યે હૈ સોસાયટી’થી કરી હતી. તે પછી તે ઘણા હિન્દી શો અને વિજ્ઞાપનોમાં દેખાવા લાગી હતી. સનાએ તેની પહેલી તમિલ ફિલ્મ ‘સિલમ્બટ્ટમ’ કરી હતી. તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ બની અને તે ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો હતો.

સના ખાને ફિલ્મોથી વધારે પ્રસિદ્ધિ મળી ન હતી પરંતુ તેની ટીવી કારકિર્દીમાં 50થી વધુ શો કર્યા હતા, જેમાં નાના પડદાની પ્રસિદ્ધિ કલર્સના બહુચર્ચિત અને વિવાદાસ્પદ શો ‘બિગબોસ’થી આવી હતી. આ શોમાં તે રાજીવ પોલ અને વિશાલ સાથે પ્રેમ કરતી પણ જોવા મળી હતી.

ઓક્ટોબર 2020ના રોજ સનાએ અચાનક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક મેસેજ પોસ્ટ કર્યો કે તે બોલીવુડને કાયમ માટે છોડી દેશે અને પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરશે. બોલિવૂડને અલવિદા કહીને અચાનક સના ખાને નવેમ્બર 2020માં મૌલવી મોહમ્મદ અનસ સાથે લગ્ન કર્યા હતા.

જ્યારે સના ખાને બોલીવુડ છોડીને લગ્ન કરી લીધા ત્યારે તમામ ચાહકો ચોંકી ગયા હતા. મૌલવી સાથે લગ્ન કર્યા પછી સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પરથી તમામ જૂની ગ્લેમરસ તસવીરો હટાવી દીધી હતી અને તે પછી તે સંપૂર્ણપણે બદલાયેલી દેખાતી હતી. લગ્ન પછી પણ સના ખાન સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરે છે. જેમાં તે ઉપરથી નીચે સુધી સંપૂર્ણ રીતે ઢંકાયેલી જોવા મળતી હોય છે.

થોડા સમય પહેલા સના પોતાના પતિ સાથે માલદીવમાં રજાઓ માટે ગઈ હતી. બોલિવૂડની સના ખાન અને આજની સના સૈયદ ખાનના બંને સ્વરૂપોમાં ચાહકોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેની સુંદરતા અને નવા અવતારની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

team ayurved

Not allowed