શું શિયાળાની અંદર તમારા હોઠ પણ ફાટી જાય છે ? તો ફાટતા હોઠને અટકાવવા માટે અપનાવો આ ઉપાય, ખુબ જ કામની છે માહિતી

ઠંડી આવતા જ હોઠ ફાટવાની સમસ્યા થાય છે? તો આ છે શ્રેષ્ઠ ઉપાય, આજથી જ શરૂ કરી દો, વાંચો હોઠ ફાટવાના કારણો વિશે:
શિયાળો આવતાની સાથે જ આપણે બોડી લોશન અને કેટલીક ક્રીમો ઘરે લઈ આવતા હોય છે, હોઠ માટે પણ આપણે લિપબામ અથવા લીપગાર્ડ સાથે રાખતા જ હોઈએ છે.

શિયાળમાં આ સમસ્યા વર્ષોથી થતી આવી છે, જેની પાછળનું કારણ આ સમયગાળામાં શરીર શુષ્ક થવા લાગે છે ત્યાં હોઠના પણ એવા જ આલ થતા હોય છે. જેને આપણે હોઠ ફાટી ગયા એમ કહીએ છીએ. હોઠ ફાટવાથી ઘણીવાર ચામડી ઉખડતાં અસહ્ય પીડા પણ થતી હોય છે.

થાળી હવા અને વાતાવરણના બદલાવના કારણે હોઠમાં રહેલી નમી ખોવાઈ જાય છે, આ સમયગાળા ડ્રમમીયાં ખાસ  જરૂરી છે કે તમે તમારા હોઠની વધુ કાળજી રાખો જેના કારણે તે કોમળ, મુલાયમ અને સુંદર દેખાય.

શિયાળાની ઠંડીમાં તરસ ઓછી લાગે છે જેના કારણે શરીરમાં પાણીનું સ્તર ઓછું થવાથી હોઠ ફાટવાની સમસ્યા થતી હોય છે. તરસ લાગવા છતાં પાણી પીવાની ઈચ્છા ના થવાના કારણે આપણે જીભને હોઠ ઉપર ફેરવતા હોઈએ છીએ તેના કારણે પણ હોઠ ફાટે છે. કેટલીકવાર આપણે સસ્તા અને નકામા રાસાયણિક ઉત્પાદકોને આપણા ચહેરા ઉપર લગાવતા હોઈએ છીએ જેના કારણે પણ હોઠ ફાટે છે. હોર્મોન્સના અસંતુલિત થવાના કારણે પણ હોઠ ફાટવાની સમસ્યા સર્જાય છે.

આ સમસ્યાથી નિપટવા માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ છે જેના ઉપયોગથી તમે તમારા હોઠને ફાટતા અટકાવી શકો છો.

વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું:
હોઠ ફાટવાનું મુખ્ય કારણ શરીરમાં ઘટતી નમી છે. જો તમે દિવસ દરમિયાન પ્રવાહીનું વધુ સેવન કરશો તો તમારા શરીર સાથે હોઠની પણ નમી જળવાઈ રહેશે જેના કારણે હોઠ ફાટવાની સમસ્યાથી છુટકારો મળશે.

વધુ પાણી પીવું:
શરીરને પાણીની પણ પૂરતા પ્રમાણમાં જરૂર હોય છે, પાણીની ખોટ પડતા પણ હોઠ ફાટવા લાગે છે માટે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ જેટલું પાણી અવશ્ય પીવું જોઈએ.

ખાવા-પીવામાં રાખવું ધ્યાન:
શરીરમાં પોષકતત્વો ઘટવાના કારણે પણ હોઠ ફાટી શકે છે. માટે યોગ્ય પોષત્ત્વો યુક્ત ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે અને હોઠ ફાટે નહીં.

સસ્તા કોસ્મેટિકથી રહેવું જોઈએ દૂર:
શિયાળા દરમિયાન બજારમાં મળતા કોઈપણ સસ્તા અને ચાલુ કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદી શરીર ઉપર ના લગાવવા જોઈએ। આ પ્રોડક્ટ તમારા ચહેરા અને હોઠને નુકશાન કરી શકે છે સાથે સાથે તેનાથી પણ હોઠ ફાટવાની સમસ્યા સર્જાઈ શકે છે. માટે હંમેશા શરીર  માટે બ્રાન્ડેડ અને વિશ્વાસુ કંપનીના કોસ્મેટિક ખરીદવા જોઈએ.

રોજ રાત્રે ઘી લગાવી સુઈ જવું:
હોઠ ઉપર ઘી લગાવવાથી લોહીનું પરિભ્રમણ વધે છે જેના કારણે હોઠ ફાટતા અટકે છે માટે રોજ રાત્રે સુઈ જતા પહેલા હોઠ ઉપર આંગળીથી હી લઈને હલકા હાથે માલીસ કરવી જોઈએ.

સમય મળતા હોઠ પર લાગવો આ મિશ્રણ:
થોડું મધ, ખાંડ અને લીંબુના રસનું એક મિશ્રણ બનાવીને ફ્રિજમાં રાખી લો. અને જયારે પણ સમય મળે ત્યારે આ મિશ્રણને આંગળી ઉપર લઈને લગાવતા જાઓ. જેનાથી હોઠ ફાટવાની સમસ્યા સર્જાશે નહીં. તડકામાં કામ કરનારી મહિલાઓ માટે આ ખાસ ઉપાય છે.

Team Akhand Ayurved

Not allowed