આજે આપણે જોઈએ તો મોટાભાગના ઘરની અંદર આરઓ મશીન લાગી ગયા છે. અને મોટાભાગના લોકો આરઓનું જ પાણી પીવા ટેવાઈ પણ ગયા છે, પરંતુ શું તમને ખબર છે કે આરઓનું પાણી પણ પીવા માટેની ખાસ રીત હોય છે તો આજે અમે તમને R.O નું પાણી પીવાથી શરીરને થતા નુકશાન વિશે જણાવીશું. આપણે ક્ષાર વાળું પાણી ના પીવું પડે એટલા માટે આપણે ઘરે R.O પ્લાન્ટ ઘરે લગાવી દઈએ છીએ. પરંતુ તે R.O નું પાણી પીવાથી આપણા શરીરને ઘણી બીમારીનો સામનો કરવો પડતો હોય છે જેના વિશે આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું. R.O પ્લાન્ટ એક મશીનનું કામ કરે છે જે ક્ષાર દૂર કરે છે. પરંતુ મશીનને નથી ખબર કે જે ક્ષાર બહાર કાઢે છે તે પોષક તત્વો હોય છે.
જયારે R.O પાણી માંથી ક્ષાર બહાર નીકળી જાય છે ત્યારે તે પાણીમાં કેલ્શિયમ, મૅગ્નેશીયમ, આયર્ન જેવા જરૂરી પોષક તત્વો હોતા નથી. જે પોષક તત્વો આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. પરંતુ જયારે પાણી ફિલ્ટર થાય છે ત્યારે તે બઘા પોષક તત્વો બહાર નીકળી જાય છે. જયારે આપણે R.Oનું પાણી પિતા હોય કે મિનરલ પાણી પિતા હોઈએ ત્યારે તે પાણીમાં 85% પોષક તત્વો હોવા જોઈએ એ આ પાણીમાં જોવા મળતા જ નથી. જેના કારણે આપણે શરીરમાં ઘણી બીમારીઓ થવાનું વઘી જાય છે.
R.Oનું પાણી પીવાથી કબજિયાત, આખું શરીર દુખવું, હાથ પગ દુખાવા, સાંઘાના દુખાવા થવા, આળશ અને થાક લાગવો, માથાના વાળ ખરવાની સમસ્યા, કિડની બીમારી, હદયને લગતી સમસ્યા જેવી કે હાર્ટ અટેક આવવું, પથરી થવી જેવા ઘણા રોગો R.O નું પાણી પીવાથી થતા હોય છે. કારણકે તેમાં પોષક તત્વો હોતા નથી જેથી આ સમસ્યાઓ થતી હોય છે. આપણે બઘા જાણીએ છીએ કે ગામડામાં આપણા દાદા વર્ષોથી કૂવાનું પાણી પિતા આવ્યા છે. પરંતુ જો તે દાદા આપણા શહેરમાં આવીને R.O પાણીનું સેવન કરવાનું ચાલુ કરી દે તો તેમને કબજિયાત, શરીરમાં દુખાવો, થાક નો અનુભવ થવો જેવી અનેક સમસ્યા થવા લાગે છે.
કારણકે દાદાને R.O નું પાણી માફક આવતું જ નથી. કેમકે R.O ના પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો મળતા નથી જેના કારણે શરીરમાં અનેક પ્રકારના દુખાવા થવાનું શરુ થઈ જતું હોય છે. જ્યારથી આપણે બઘાએ R.Oનું પાણી પીવાનું શરુ કર્યું છે ત્યારથી જ આપણા શરીરમાં રોગો થવાનું શરુ થઈ ગયું છે. જો તમારે R.O નું પાણી જ પીવું હોય તો સૌથી પહેલા એક માટીનું માટલું લાવી દેવું, ત્યાર પછી તે માટલીમાં અડધું પાણી R.O નું અને અડધું સાદું પાણી એટલેકે ચકલીનું પાણી બંને મિક્સ ભરી દેવું. ત્યાર પછી તે પાણીને પી શકાય. કારણકે જો માટલીમાં આ બંને પાણી મિક્સ કરીને પીવામાં આવશે તો તે પાણી આપણા શરીરને વઘારે નુકશાન નહિ પહોંચાડી શકે.
જો માટલીમાં પાણી ભરવામાં આવે તો આપણા શરીરને જે જરૂરી હોય તેવા પોષક તત્વો આપણે માટલી એટલેકે માટીમાંથી બનેલી માટલી માંથી આપણે મળી રહેશે. આ ઉપરાંત તમે એક તાંબાના ગડામાં રાત્રે R.O નું પાણી ભરીને રહેવા દેવું ત્યાર પછી તે પાણીને સવારે ઉઠીને પીવાથી પણ શરીર માટે ખુબ જ ફાયદા સાબિત થશે. આપણા સ્વસ્થ્યને હંમેશા માટે સ્વસ્થ રાખવા માટે ક્યાં પાણીનું સેવન કરવું તેના વિશે જણાવીશું. વરસાદનું પાણી: વરસાદનું પાણી સૌથી શુદ્ધ અને આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. કારણકે તે પાણી ક્યારેય ખરાબ નથી થતું. વરસાદની ઋતુમાં પાણીનો સંગ્રહ કરીને પીવું જોઈએ. એ પાણીનું સેવન કરવાથી મોટા ભાગના રોગો આપણા શરીરમાં થતા નથી.
તળાવનું પાણી: મોટાભાગે તણાવનું પાણી વરસાદ ના પાણીથી જ ભરાયેલું હોય છે. જેના કરને આપણા શરીરને જરૂરી હોય તેવા પોષક તત્વો મળી રહેતા હોય છે. માટે જો તણાવનું પાણીનું સેવન કરવું હોય તો પહેલા પાણી લાવીને તેને ગરમ કરીને ઉકાળી લેવું, ત્યાર પછી તે ઠંડુ થાય ત્યારે પાણીને તાંબાના વાસણ માં ભરી દેવું અને પછી તે પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. નદીનું પાણી: જે પહાડ માંથી વહીને આવતું હોય તે પાણીનું સેવન કરવું જોઈએ. જેમાં ઘણા બઘા પોષક તત્વો હોય છે. માટે ગંગા અને નર્મદાનું પાણી પીવું પણ ખુબ જ સારું માનવામાં આવે છે.