કોરોનાની બીજી લહેર હવે ખુબ જ ઘાતક બનતી જઈ રહી છે. આ સમયમાં ઘણા લોકો મોતને પણ ભઈએટી ચુક્યા છે. ત્યારે આપણે બધા જ એક વાત જાણી ચુક્યા છીએ કે કોરોના વાયરસ સીધો આપણા ફેફસાની અંદર સંક્ર્મણ ફેલાવે છે અને તેના કારણે જ આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે. સંક્ર્મણ વધુ પડતું ફેલાઈ જવાના કારણે ઓક્સિજનની પણ જરૂરી પડે છે અને હાલનો સમય એવો છે કે હોસ્પિટલમાં બેડ પણ મુશ્કેલીથી મળે છે. તો ઘણી જગ્યાએ ઓક્સિજનની ઉણપ આવવાના પણ સમાચારો આવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ મોતનું કારણ આજ બને છે.
ફેફસા ખરાબ થવાના બીજા પણ ઘણા કારણો છે. ઘણા લોકોને સ્મોકિંગ કરવાની પણ આદત હોય તેના કારણે પણ તે લોકોના ફેફસા ખરાબ થતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા ઘરેલુ નુસખા જણાવીશું જેના દ્વારા તમે તમારા ફેફસાને એકદમ ચોખ્ખા કરી શકશો અને બીમારીઓ સામે પણ રક્ષણ મળેવી શકશો.
ઘરના રસોડાની અંદર ઘણા બધા આયુર્વેદિક ઉપયો પડેલા હોય છે. જે ઘણા રોગમાં કારગર સાબિત થાય છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે તમારે આદુનો રસ, તજ, લીંબુનો રસ, મધ, કાળા મરીનો પાવડર અને માત્ર પાણીની જરૂર પડશે. હવે આ બધી વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ.
સૌ પ્રથમ એક કપ પાણીને ગરમ કરવા મૂકી દેવું. ત્યારબાદ તેમાં આદુનો રસ, તજનો પાવડર, લીંબુનો રસ, મધ અને કાળા મરી પાવડર નાખીને થોડીવાર સુધી ઉકળવા દેવું. પાણી ઉકલી ગયા બાદ તેને ઠંડુ થવા દેવું. રોજ સવારે ઉઠી અને ખાલી પેટે તેમજ રાત્રે સુતા પહેલા આ પાણીને પી લેવું. જેનાથી તમારા ફેફસા એકદમ ચોખ્ખા થઇ જશે અને બીમારીઓથી પણ દૂર રહેશો.