કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે ત્યારે આ સમયમાં ઘણા લોકોને ઓક્સિજનની ઉણપ થતી હોય છે. કોરોના સંક્ર્મણ સીધું ફેફસાને અસર કરે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સંક્રમણના કારણે ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે ત્યારે ઘરે બેઠા કેવી રીતે ઓક્સિજન લેવલ વધારી શકાય અને કેવી રીતે ફેફસાને સાફ રાખી શકાય તેના માટે આજે અમે તમને જરૂરી ઉપાય જણાવીશું.
1. સ્ટીમ થેરેપી:
ફેફસાંને સાફ રાખવા માટે સ્ટીમ થેરેપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. ઘરેબેઠા તમે સ્ટીમ થેરપીની મદદથી ફેફસા સાફ રાખી શકો છો. આ થેરેપીમાં વરાળ દ્વારા શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે છે, ત્યારે હવાનો માર્ગ ખુલે છે, અને ફેફસામાં લાળ પણ બહાર આવે છે.
2. કપૂર અજમાની પોટલી:
ઓક્સિજન લેવલ વધારવા માટે એક કપડાના ટુકડાની અંદર એક કપૂરની ગોટીના ત્રણ ચાર ટુકડા કરીને તેમાં એક ચમચી અજમો વાટી અને ત્રણ ચાર લવિંગને અધકચરા કચડી પોટલી બાંધી દર બે કલાકે સૂંઘવાથી ઓક્સિજન લેવલ વધે છે.
3. ગ્રીન ટી:
ગ્રીન ટીના ઘણા બધા આયુર્વેદિક ઉપચારો છે. વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો ગ્રીન ટી પીતા હોય છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી ફેફસાની બળતરા અને ખંજવાળ દૂર કરીન નાજુક પેશીઓનું રક્ષણ કરવાનું કામ કરે છે.
4. મધ:
મધની અંદર પણ એન્ટી ઓક્સીડેન્ટ ગુનો રહેલા છે જે ફેફસામાં જામેલો કચરો દૂર કરી તેને સાફ રાખવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. રોજનું એક ચમચી મધ ખાવું સ્વાસ્થ્ય માટે અને ફેફસા માટે ખુબ જ ફાયદાકારક છે.
5. હળદર, આદુ અને લસણ:
ફેફસાને સ્વસ્થ રાખવા માટે હળદર, આદુ અને લસણ પણ ખુબ જ ગુણકારી છે. આ ઉપચાર કે રવા માટે તમારે 1 લીટર પાણી, 2 ચમચી હળદર, 1 આદુનો નાનો ટૂકડો, થોડું લસણ છીણીને ટૂકડા કરેલું અને થોડો ગોળ જરૂર પડશે. એના માટે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં 1 લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો. આ પાણી પીવાથી ફેફસા સ્વસ્થ રહેશે.