દુખાવો ભલે ગમે ત્યાં થતો હોય પણ વ્યક્તિ પરેશાન થઇ જાય છે. પરંતુ દાંત કે દાઢનો દુખાવો અસહનીય થઈ જતો હોય છે. દાંતમા દુખાવાના ઘણા કારણો છે જેવા કે દાંતમા કેલ્શિયમની કમી તથા દાંતમાં કીડા પડવાથી આ દુખાવો થતો હોય છે. તો ક્યારેક મસુડોમા ઇન્ફે્શન થવાના કારણે અને દાંતની જડો ખુબ જ ઢીલી થઈ જવાથી ખુબજ અસહનીય પીડા થતી હોય છે. આવી સ્થિતિમાં બ્રશ કરવું ખુબ જ મુશ્કેલ થઈ જાય છે અને શ્વાસમાંથી દુર્ગંધ આવવાની ચાલુ થઈ જાય છે.
કેટલીક વાર એવું બને છે કે અડધી રાત્રે દાંત અને દાઢમાં દુખાવો થવા લાગે છે. અને કેટલીક વાર આપની પાસે દવા પણ નથી હોતી જેનાથી દુખાવો ઓછો કરી શકાય. આવામાં દાંત થતાં દુખાવાથી બચવા માટે એક અચૂક રામબાણ નુસખો ઉપયોગમા લેવાથી થોડી જ મિનિટમા દાંતમાં થતી અસહનીય પીડાને હંમેશાં માટે આરામ આપી શકો છો.
આપણા રસોડામાં રહેલી માત્ર ૩ જ વસ્તુઓ આ અસહનીય પીડાને મિનિટોમા દૂર કરવામાં ઉપયોગી થાય છે.
સામગ્રી
- મીઠું ચપટી
- હળદર ચપટી
- સર્સોનું તેલ ૬ થી ૭ ટીપા
એક ચપટી મીઠું અને એક ચપટી હળદરને તમારી હથળીમાં લઈને મીક્સ કરી લો. અને ત્યારબાદ તેમા ૬ થી ૭ ટીપા સરસોનું તેલ નાખીને મિશ્રણ બનાવી લો.
આ મિશ્રણને દાંતમા જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવી દો. થોડી જ મિનીટમા દાંતનો દુખાવો દૂર થવાનો આહેસાસ થશે..
આ રામબાણ મિશ્રણને અઠવાડિયામા ૨ વાર બ્રશ કરતા પહેલા દાંતમા ૨ મિનિટ સુધી લગાવી રાખવામા આવે તો દાંતનો દુખાવો હંમેશા માટે બંધ થઈ જશે.
તમે પણ આ રામબાણ નુસખાને ઉપયોગમા લો અને વધુમા વધુ લોકો સુધી પહોંચાડો જેનાથી અન્ય લોકોને પણ મદદ કરી શકીએ…