53 વર્ષની આ ડોકટરે માત્ર 7 મહિનામાં ઘટાડ્યું 11 કિલો વજન, જાણો ડાયટમાં શું ધ્યાન રાખવું

વ્યવસાયે ડોક્ટર સીમા મિત્તલે 53 વર્ષની ઉંમરે વજન ઓછું કરવાનો નિર્ણય લીધો. જે ઉંમર લોકો હિંમત અને સાહસ ગુમાવી દે છે તે ઉંમરમાં માત્ર 7 મહિનામાં તેમણે 11 કિલો વજન ઓછું કરીને તેમણે મિસાલ કાયમ કરી. 53 વર્ષના રેવાડી શહેરમાં રહેતા ડોક્ટર સીમા મિત્તલનું 74 કિલો હતું જે તેમણે નક્કી કર્યું કે વજન ઓછું કરવાનું છે અને ખુબ મહેત કરીને તેમણે માત્ર 7મહિનામાં 11 કિલો વજન ઓછું કરી દીધું હતું.

ડોક્ટર સીમા કહે છે કે હું પહેલા બહુ પાતળી હતી. લગ્ન અને પ્રેગ્નન્સી પછી મારું વજન ધીમે ધીમે વધતું ગયું. જો કે આ દરમ્યાન મેં વજન ઘટાડવાના અનેક પ્રયાસો કર્યા જે નિષ્ફળ ગયા. પરંતુ જ્યારે મને મેનોપોઝ શરૂ થયું ત્યારે મારું વજન 71 થી 74 કિલો થઇ ગયું. તે મારા માટે વેકઅપ કોલ હતો. એક ડોક્ટર તરીકે હું જાણતી હતી કે ઓવરવેઇટ હોવાના કેવા પરિણામ આવે છે અને સાંધા અને હાડકાં પર વજનની અસર વિશે પણ જાણતી હતી. ત્યારે જ મેં વજન ઘટાડવાનું નક્કી કર્યું.

સવારની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણી અને પછી ચાલવા જતી હતી.બ્રેકફાસ્ટમાં પલાળેલી બદામની સાથે પ્રોટીન શેક, એક ફળ, ઇડલી અથવા ઓટ્સ અથવા પૌંઆ. લંચમાં એક પ્લેટ સિઝનલ સલાડ, 2 રોટલી, દહીં, દાળ અને 1 વાટકી શાક. ડિનરમાં સલાડ, એક રોટલી અને 1 વાટકી શાક.

પ્રી વર્કઆઉટ મીલમાં હુંફાળું પાણી લેતી હતી. પોસ્ટ વર્કઆઉટ મીલમાં સવારે પલાળેલી બદામ સાથે 20 ગ્રામ પ્રોટીન શેક અને સાંજે એક ગ્લાસ દૂધ પીતી હતી. નાસ્તોમાં એક કપ ચા સાથે ટમેટાં અને ડુંગળી વાળા શેકેલી મગફળી અથવા ચણા ખાતી હતી.

ડોક્ટર સીમા કહે છે કે મારા દિવસની શરૂઆત હું મોર્નિંગ વોકથી કરું છું. વોકની શરૂઆત 1 કિમીથી થઈ હતી અને હવે હું રોજ 7 કિમી વોક કરું છું. સાંજે હું એક કલાક માટે વ્યાયામ કરું છું, જેમાં એરોબિક, ઝુમ્બા, યોગ અને 20-મિનિટ ડાન્સ રૂટિનનો સમાવેશ થાય છે. હું આ બધું કામ એક ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કરું છું.

ડોક્ટર સીમાના કહેવા પ્રમાણે મેં મારી ફિટનેસ માટે સવારે વધુને વધુ ખાવાનો પ્રયાસ કર્યો. મેં બહુ પાણી પીધું છે અને વધુ માત્રામાં સલાડ લીધો છે.વધારે વજન હોવાનો સૌથી મોટો ગેરલાભ એ હતો કે હું હંમેશા અનફિટ હોવાનો અનુભવ થતો હતી. ડો. સીમા કહે છે કે હું નાનું નાનું કામ કરીને પણ જલ્દી થાકી જતી.

ડોક્ટર સીમાના કહેવા અનુસાર ડોક્ટર હોવાને કારણે મને મોડી રાતે સુવાની ટેવ હતી આ કારણે હું સવારે મોડી ઉઠતી હતી. હવે હું 11 વાગે સુવા જાવ છું અને સવારે 6:30 વાગે ઉઠી જાવ છું. આ પહેલા મોર્નિંગ વોક મારા ફિટનેસનો ભાગ ન હતી, હવે હું મારા દિવસની શરૂઆત મોર્નિંગ વોકથી કરું છું. તેઓ માને છે કે આમ કરવું તે ખૂબ ફાયદાકારક છે. સાંજની કસરત અને યોગ પણ મારામાં ઉર્જાનો સંચાર કરે છે અને સારી ઊંઘ આપે છે.

ડોક્ટર સીમા કહે છે કે આ જર્ની દરમ્યાન મને ઘણી વસ્તુઓ શીખવા મળી છે. તે કહે છે કે આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે તેના વિશે આપણને ખબર હોવી જોઇએ. ફિટનેસ કંઇ એક દિવસમાં નથી મળતી તેના માટે દરરોજ મહેનત કરવી પડે છે. તમારા માટે એકલું કરવું અઘરું હોય તો તમે ગ્રુપ બનાવીને પણ કરી શકો છો. સૌથી મહત્વની વાત જો હું શીખી હોવ તો તે છે કે મહિલાઓ માટે મોનોપોઝ પછી વજન ઓછું કરવું તે એક ટાસ્ક બની જાય છે. આથી બને તેટલું જલ્દી વજન ઓછું કરી લેવું જોઇએ.

team ayurved

Not allowed