શું છે રત્તીનો જાદુઇ છોડ, જે દવા પણ છે અને ઝહેર પણ…સાપ જેવો ઝહેરીલે, તો પણ છે ફાયદાકારક

ઘણો કામ આવે છે આ ઝહેરવાળો છોડ, જીવ લેવાની સાતે સાથે બીમારીઓને પણ કરે છે ઠીક

મધ્યપ્રદેશના ભીંડમાં 7 વર્ષના એક બાળકની મોતનો હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો હતો. આ બાળકના લક્ષણ એવા હતા કે કોઇ સાપે ડંખ માર્યો હોય. શરીરમાં ઝહેર પણ એવું જ હતુ જે સાપના ડંખ મારવા પર થાય છે. પરંતુ આ બાળક સાપનો નહિ પણ એક છોડનો શિકાર થયો હતો. તમને કદાચ વિશ્વાસ નહિ થાય પણ કંઇક આ રીતનો મામલે દિલ્લીના સર ગંગારામ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. ડોક્ટરને પણ વિશ્વાસ નહોતો થઇ રહ્યો.

ભારતમાં જોવા મળતો એક ખાસ પ્રકારનો છોડ, જેને રત્તી અથવા ગુંજા છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે છોડના બીજને કારણે આ બાળક બીમાર પડ્યો હતો. આ છોડના બીજમાંથી સાપના ઝેર જેવું ખતરનાક અને ઝેરી પદાર્થ નીકળે છે. આ છોડને વિજ્ઞાનની ભાષામાં Abrus Precatorius કહેવાય છે અને તેમાંથી જે ઝેર નીકળે છે તેનું નામ Abrin છે. આ ઝેર સાપના ઝેર જેટલું ઘાતક હોય છે.

ભીંડ ગામમાં ત્રણ બાળકો ખેતરમાંથી જઈ રહ્યા હતા, જ્યાં રત્તીનો છોડ વાવેલો હતો. તે સમયે છોડ અને તેના બીજ થોડા નરમ હતા. બે બાળકોએ આ છોડને ફળ સમજીને ખાઇ લીધો, ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે બાળકને દિલ્હીની હોસ્પિટલમાં ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો ત્યારે બાળક બેભાન થઈ ગયો હતો, તેના મગજમાં સોજો આવી ગયો હતો. તેનો પલ્સ રેટ પણ ઘણો વધી ગયો હતો. બાળકને આ બીજનું ઝેર મળ્યાને 24 કલાક વીતી ગયા હતા.

જો કોઇ આ ઝેરનો શિકાર થયા બાદ એકાદ કલાકમાં હોસ્પિટલ પહોંચી જાય તો એક એંટીટોડ આપી તેનો જીવ બચાવી શકાય છે. પરંતુ આ બાળકના કિસ્સામાં આવું ન બન્યુ, ઘણો સમય વીતી ચૂક્યો હતો અને આ બાળક તેના કારણે મોતને ભેટ્યુ. ઘણી દવાઓ રત્તીના છોડમાંથી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં આ છોડનું ઘણું મહત્વ છે. ગુંજાના છોડમાંથી બનેલી દવાઓનો ઉપયોગ ટિટનેસ, લ્યુકોડર્મા (ત્વચાના ચેપ) અને સાપના ડંખની સારવાર માટે થાય છે.

આ છોડ કેટલો મહત્વનો છે તે તમે એ હકીકત પરથી સમજી શકો છો કે પ્રાચીન સમયમાં સુવર્ણકારો ગુંજાના છોડના બીજ એટલે કે રત્તીનો ઉપયોગ કિંમતી રત્નો અને સોનાનું વજન કરવા માટે કરતા હતા. એક રત્તીના બીજનું વજન 125 મિલિગ્રામ માનવામાં આવે છે. હવે તેને 105 મિલિગ્રામ ગણવામાં આવે છે. હવે જો કોઈ તમને કહે કે તેને રત્તીભર પણ વિશ્વાસ નથી તો હવે તમે આ રૂઢિપ્રયોગનો અર્થ સરળતાથી સમજી શકશો.

ayurved

Not allowed