બૉલીવુડ જગતમાંથી આવી દુખદ ખબર : આ મોટી હસ્તીએ અચાનક જ દુનિયા છોડી દીધી, પરિવાર અને ફેન્સ થઇ ગયા દુઃખી દુઃખી, જુઓ

દિવંગત દિગ્ગજ ડાયરેક્ટર યશ ચોપરાની પત્ની અને યશરાજ ફિલ્મ્સના ચીફ આદિત્ય ચોપરાની માતા તેમજ રાની મુખર્જીની સાસુ પામેલા ચોપરાનું 85 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ તેમનું આજે સવારે મુંબઈમાં નિધન થયું હતું. પામેલા પતિ યશ ચોપરાના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સમાં ખૂબ સક્રિય રહ્યા છે અને તેમને ઘણી ફિલ્મોમાં લેખક અને ડિઝાઇન તરીકે પણ શ્રેય આપવામાં આવ્યો છે. યશ રાજ પ્રોડક્શન હાઉસે પામેલા ચોપરાના નિધનની જાણ કરી હતી.

સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતા યશ રાજ ફિલ્મ્સે લખ્યું, ‘ભારે હૃદય સાથે ચોપરા પરિવાર જણાવવા ઈચ્છે છે કે પામેલા ચોપરાનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં સવારે 11 વાગ્યે થયા હતા. અમે તમારી પ્રાર્થના માટે આભારી છીએ અને પરિવાર દુઃખની આ ઊંડી ક્ષણમાં ગોપનીયતાની વિનંતી કરવા માંગે છે. પામેલાએ દિગ્દર્શક યશ ચોપરાની 1976ની ફિલ્મ કભી કભીની વાર્તા લખી હતી.

આ સાથે તે અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચન સ્ટારર 1981ની ફિલ્મ ‘સિલસિલા’ની ડિઝાઇનર પણ હતી. યશરાજ ફિલ્મ્સને વધારવામાં પામેલાનો મોટો હાથ હતો. તે ઈન્ડસ્ટ્રીમાં પામ આંટી તરીકે જાણીતા હતા. પામેલા તાજેતરમાં નેટફ્લિક્સની સીરિઝ ‘રોમેન્ટિક્સ’માં જોવા મળી હતી. નેટફ્લિક્સની આ સીરીઝમાં પામેલા તેના પતિ અને પરિવાર તેમજ કાર્યશૈલી અને અંગત જીવન વિશે ખૂબ જ ખુલીને વાત કરતી જોવા મળી હતી. રાની મુખર્જી જે તેમની વહુ છે,

તેણે તાજેતરમાં પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે યશ ચોપરાની ફિલ્મોમાં મહિલાઓને જે સુંદરતા સાથે બતાવવામાં આવે છે તેના માટે પામ આંટી જવાબદાર છે. કારણ કે યશ ચોપરા તેમની પ્રેરણા ત્યાંથી જ મેળવતા હતા. યશ ચોપરા પછી યશ રાજ ફિલ્મ્સના આ સ્ટુડિયોને તેમના પુત્ર આદિત્ય ચોપરા આગળ લઈ જઈ રહ્યા છે. આમાં પામેલા પણ સાથ આપી રહી હતી.

Not allowed