ઘણી વખત અભિનેત્રી એવા કપડા પહેરીને ઘરની બહાર નીકળે છે કે તે જ કપડાં તેના માટે માથાનો દુખાવો બની જાય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટ્રેસની એવી તસવીર કેમેરામાં કેદ થઈ જતી હોય છે, જેને જોઈને તમે પણ શરમાઈ જાવ. ત્યારે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ કેમેરા સામે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી. અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
જેમાં તેણે એટલો પાતળો ફેબ્રિકનો મેક્સી ડ્રેસ પહેર્યો છે કે કેમેરાની લાઈટ આવતા જ બધું દેખાઈ રહ્યું હતું. જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકશો કે રકુલ પ્રીત સિંહ બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે. જે એટલું પારદર્શક છે કે કેમેરાની સામે આવતાની સાથે જ તેના અન્ડરગાર્મેન્ટ્સ દેખાતા હતા. આ સાથે તેની Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.રકુલ પ્રીત સિંહની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ તસવીર બોલિવૂડપેપ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. રકુલ પ્રિત હાલ જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. તે બંનેને અવાર નવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે.. જેકી ભગનાની જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીનો પુત્ર છે. હીરો તરીકેની ફિલ્મી કારકિર્દી સારી ન ચાલી, ત્યારબાદ અભિનેતાએ નિર્માતા તરીકે ઘણી ફિલ્મોમાં હાથ અજમાવ્યો.
View this post on Instagram
આ ફિલ્મોમાં ‘સરબજીત’, ‘કુલી નંબર 1’, ‘દિલ જંગલી’, ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’, ‘બેલ બોટમ’ સામેલ છે. બીજી બાજુ, રકુલ પ્રીત સિંહ વિશે વાત કરીએ, તો તે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આ ફિલ્મોમાં ‘અય્યારી’, ‘શિમલા મિર્ચ’, ‘દે દે પ્યાર દે’ અને ‘સરદાર કા ગ્રાન્ડ સન’નો સમાવેશ થાય છે.
View this post on Instagram
સાઉથની બોલ્ડ હિરોઈન તરીકે ઓળખાતી રકુલ પ્રીત સિંહ અત્યારે એક્ટર જેકી ભગનાની સાથે રિલેશનશિપમાં છે. એક્ટર જેકી ભગનાની સાથેની પોતાની લવ લાઈફ વિશે વાત કરતા રકુલ પ્રીતે કહ્યું કે લોકોનું કામ છે વાતો કરવાનું અને મારું કામ જવાબ આપવાનું નથી. હું વેરી હોનેસ્ટ છું. આ માત્ર મારું અંગત જીવન નથી. લોકો તે દરેક વિશે વાત કરશે કે જે તમે શું કરો છો અને શું પહેરો છો, પણ હું તે દરેક વાતનો જવાબ આપવા યોગ્ય સમજતી નથી.
View this post on Instagram
આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બીજી હિરોઈન જોડેની ફ્રેન્ડશીપ વિશે વાત કરતા રકુલ પ્રીતે કહ્યું કે જીવનનો આનંદ માણવા માગુ છું, મારા મિત્રો એ મારા સાથી છે. ભલે અમે એક ફિલ્મમાં સાથે કામ કર્યું ના હોય છતાં મને ક્રિતિ સેનનની ‘મિમિ’ અને આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ખુશ કરે છે. મને લાગે છે કે લોકો સંપૂર્ણરીતે મિત્ર હોઈ શકે છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરતા રકુલ પ્રીત કહે છે કે આ વર્ષે મારી 6 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને તમામ 6 ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.
View this post on Instagram
આ હિરોઈન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ એન્જોય કરી રહી છે. તેની પાસે જ્યાં એક તરફ કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે તો બીજી તરફ તે પ્રોડ્યૂસર-એક્ટર જેકી ભગનાની સાથે હેપ્પી રિલેશનશિપમાં છે. રકુલે ઓક્ટોબરમાં તે જેકી સાથે રિલેશનશિપમાં હોવાની વાતને જાહેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. રકુલ પ્રીત સિંહે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેની પર્સનલ લાઈફ હેડલાઈનમાં છવાઈ જાય તે વાતથી તે પ્રભાવિત થતી નથી.
View this post on Instagram
તેણે કહ્યું હતું કે ‘મારે જે સાંભળવું હોય છે તે જ હું સાંભળુ છું. હું બાબતોથી પ્રભાવિત ન થવાનું પસંદ કરું છું. જેકી ભગનાની સાથેના રિલેશન વિશે એટલા માટે જણાવ્યું કારણ કે મને લાગ્યું કે તે સુંદર બાબત છે અને મારે તે જણાવવું હતું’. રકુલની મુવી ‘છત્રીવાલી’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારથી એક્ટ્રેસ રકુલપ્રીત સિંહની આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી તે ચર્ચામાં છે.
View this post on Instagram
આ ફિલ્મમાં રકુલપ્રીત સિંહ એક કૉન્ડો ટેસ્ટરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન તેજસ પ્રભા વિજય દેવસકર કરી રહ્યા છે. રકુલપ્રીત સિંહે સોશિયલ મીડિયા પર તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતા એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે લખ્યું કે ‘ક્યારેક સિઝન વિના પણ વરસાદ થઈ શકે છે. પોતાની છત્રી તૈયાર રાખો.
View this post on Instagram
અહીં જુઓ છત્રીવાળીનો ફર્સ્ટ લૂક.’ આ ફિલ્મમાં રકુલપ્રીત સિંહ એક નાના શહેરની બેરોજગાર યુવતીના રોલમાં જોવા મળશે કે જેને નોકરીની જરૂરિયાત છે. આખરે તેને ટેસ્ટરની નોકરી મળે છે, જે તે લોકોથી છુપાવતી ફરે છે. રકુલપ્રીત સિંહના અપકમિંગ બોલિવૂડ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો હવે તે જલદી જ ‘એટેક’, ‘રનવે 34 ‘, ‘ડૉક્ટર જી’, ‘થેંક ગોડ’, ‘મિશન સિન્ડ્રેલા’, ‘ઈન્ડિયન 2’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.