બોલિવૂડ એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી સ્ટાર રાખી સાવંત જે પણ કરે છે તે ચર્ચાનો વિષય બની જાય છે. આ દિવસોમાં રાખી આદિલ ખાનને ડેટ કરી રહી છે અને તેના પ્રેમમાં પાગલ છે. હાલમાં જ આ કપલે એક ફોટોશૂટ કરાવ્યું જેને તેમના ફેન્સે ઘણો પ્રેમ આપ્યો છે. હવે આ ફોટોશૂટનો BTS વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રાખી ફોટોશૂટ દરમિયાન ડ્રેસથી પરેશાન જોવા મળી રહી છે. એકવાર તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બનતા બચી હતી.સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શૂટ દરમિયાન રાખી કેટલી પરેશાન હતી.
આ ફોટોશૂટ માટે રાખીએ પ્લંગિંગ નેકલાઇન સાથેનો ડ્રેસ પહેર્યો છે જેની નેક ઘણી જ ડીપ હતી. શૂટ દરમિયાન, રાખીનો આ ડ્રેસ વારંવાર સરકી રહ્યો હતો, જેને તે વારંવાર સરખો કરી પોતાની જાતને ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવાથી બચાવી રહી હતી. વીડિયોમાં રાખી પણ પરેશાન થઇને ડિઝાઇનરને ફરિયાદ કરતી જોવા મળી. ફોટોશૂટની વાત કરીએ તો આદિલ પણ આ દરમિયાન સ્ટાઇલિશ દેખાઈ રહ્યો હતો. રાખી સાથે તેણે ખૂબ જ સિઝલિંગ પોઝ આપ્યા હતા. જણાવી દઈએ કે રાખીએ આ ફોટોશૂટ તેના આગામી મ્યુઝિક વીડિયો માટે કરાવ્યું છે
જેમાં તે આદિલ સાથે જોવા મળશે. આ વિડીયો સોંગનું નામ છે ‘મેરે દિલમેં રહેને કે તું લાયક નહિ હે’. બુધવારે તેનું એક પોસ્ટર શેર કરતા રાખીએ લખ્યું કે ટૂંક સમયમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે હાલમાં જ તેની સર્જરી કરાવી હતી અને હવે અભિનેત્રી વર્ક ફ્રન્ટમાં ફરી સક્રિય થઈ છે. રાખી સાવંતે તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાખીએ આદિલ સાથે કોઝી સ્ટાઈલમાં એક કરતા વધારે બોલ્ડ પોઝ આપ્યા હતા. કોમેન્ટ સેક્શનમાં ચાહકો રાખીના આ ફોટોશૂટની વધુ તસવીરોની માંગ કરી રહ્યા છે. રાખી અને આદિલના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- કેટલું અદ્ભુત કપલ છે. ત્યાં અન્ય યુઝરે લખ્યું – પરફેક્ટ જોડી. વીડિયોમાં રાખી સાવંતની સંપૂર્ણપણે બદલાયેલી સ્ટાઈલ જોવા મળી રહી છે.
View this post on Instagram