20 વર્ષથી પણ વધારેના લગ્નજીવનનો પતિનો છૂટ્યો સાથ- પત્ની શિખા શ્રીવાસ્તવની રડી રડીને હાલત ખરાબ

જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હવે પંચતત્વમાં વિલીન થઇ ગયા છે. તેમણે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. હાસ્ય કલાકારને હાર્ટ એટેક આવ્યા પછી 40 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આખરે તેઓ જીવન અને મોત સામેની જંગ હારી ગયા. તેમના અંતિમ સંસ્કારની ખૂબ જ ભાવુક કરી દેનારી તસવીરો સામે આવી છે. જેમાં પત્ની શિખાની હાલત ઘણી ખરાબ દેખાઇ રહી છે. ત્યાં દિવંગત કોમેડિયનના અંતિમ સંસ્કાર વખતે પુત્ર આયુષ્માન અને પરિવારના અન્ય સભ્યો પણ ઘણા જ ભાવુક જોવા મળ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે થયા હતા.

રાજુના પુત્ર આયુષ્માને પિતાની ચિતાને અગ્નિદાન આપ્યો હતો. પતિને અંતિમ વિદાય આપતા શિખા શ્રીવાસ્તવ ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી હતી. ત્યાં દીકરા આયુષ્માનની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. શિખા શ્રીવાસ્તવ પતિના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કરતી વખતે ઘણી જ દુખી અને તૂટેલી જોવા મળી હતી. આ દરમિયાન તેના પરિવારના સભ્યો તેની સંભાળ રાખી રહ્યા હતા. પતિ-પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે. જો આ વખતે બેમાંથી એક સાથ છોડી દે તો આનાથી મોટું દુ:ખ બીજું કંઈ ન હોઈ શકે.

રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા પણ આ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. રાજુ શ્રીવાસ્તવના અવસાનથી દરેકને આઘાત લાગ્યો છે, પરંતુ કોમેડિયનના નિધનથી જો કોઈને સૌથી વધુ દુઃખ થયું હોય તો તે તેની પત્ની શિખા શ્રીવાસ્તવ છે. રાજુના મોતથી પત્ની શિખા ભાંગી પડી છે. જે તસવીરો સામે આવી છે તે જોઇને કોઇનું પણ દિલ તૂટી શકે છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે રાજુને ગુમાવવાનું દુ:ખ શિખાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજુની પત્નીની આંખોમાં આંસુ અને તેના ચહેરા પર નિરાશા જોઈને કોઈનું પણ દિલ તૂટી શકે છે.

રાજુ અને શિખાની જોડી જેણે એકબીજા પર જીવન અર્પિત કરી દીધું હતું, તે તૂટી ગઈ છે. રાજુના જવાથી તેની પત્ની એકલી પડી ગઈ છે. પણ ભાગ્યને કદાચ એ મંજૂર હશે. રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા. રાજુના મિત્ર અને ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જના સ્પર્ધક એહસાન કુરેશી રાજુને અંતિમ વિદાય આપવા આવ્યા હતા.આ સિવાય સુનીલ પાલ અને નિર્દેશક મધુર ભંડારકર અને સુનીલ શર્મા પણ કોમેડિયનની અંતિમ ઝલક માટે પહોંચ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર નિગમ બોધિ ઘાટના વીઆઈપી સેક્શનમાં થયા હતા. અગાઉ કોમેડિયનનું વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ થયું હતું. રાજુના નિધન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.રાજુ તેમની પાછળ પત્ની અને એક પુત્ર અને એક પુત્રીને છોડી ગયા છે. રાજુ શ્રીવાસ્તવ અને શિખાની લવસ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નહોતી. રાજુએ તેની પત્નીનું દિલ જીતવા માટે લગભગ 12 વર્ષ લાંબી રાહ જોઈ હતી.

રાજુએ તેની પત્નીને તેના ભાઈના લગ્નમાં પહેલીવાર જોઇ હતી અને તે જોઈને જ રાજુનું દિલ તેના પર આવી ગયું હતું. ત્યારે તેણે નક્કી કર્યું હતું કે જો તે લગ્ન કરશે તો તે શિખા સાથે જ કરશે. રાજુ પોતે પણ પ્રેમ વ્યક્ત કરવાની હિંમત કરી શકતો ન હતો તેથી પરિવારના સભ્યો દ્વારા સંબંધ મોકલ્યો હતો. પછી આ રીતે રાજુની લવસ્ટોરી પૂરી થઈ અને 1993માં તેણે શિખા સાથે લગ્ન કરી લીધા. પરંતુ હવે આ બંને પ્રેમીઓની જોડી તૂટી ગઈ છે.

ayurved

Not allowed