ધોરણ 4માં ભણતી વિદ્યાર્થીનીનું તાવ અને ઉલટી થયા બાદ મોત, વાલીઓ જલ્દી આ આર્ટિકલ વાંચજો

ગુજરાતમાંથી ઘણીવાર મોતના એવા એવા કિસ્સાઓ સામે આવે છે કે સાંભળી આપણે પણ હેરાન રહી જઇએ છીએ. હાલમાં માવઠાને કારણે રાજ્યમાં બેવડી ઋતુ ચાલે છે અને તેને કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. ઘણા લોકો શરદી-તાવની ચપેટમાં આવી રહ્યા છે અને ખાસ કરીને બાળકો પર વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે હાલમાં એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં તાવ અને ઉલટીના કારણે 11 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીને ચારેક દિવસથી તાવ આવતો હતો પણ ગઇકાલના રોજ રાત્રે તેને ઉલટી થઇ હતી અને તે બાદ સવારે તે જાગ્યા બાદ અચાનકક ઢળી પડી અને તેનું મોત નિપજ્યુ.

આ ઘટનાને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી રાધિકા રાયનું તાવ અને શરદીના લીધે મોત થતા તેના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામમાં આવેલ ગૌતમનગર શેરી નં.2માં રહેતી રાધિકા રાય આજે વહેલી સવારના રોજ જાગ્યા બાદ તરત બેભાન હાલતમાં ઢળી પડી અને પછી તેને સરકારી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવી, જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, બેવડી ઋતુને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે અને આની સાથે ફરી એકવાર રાજયમાં કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં હાલ 140થી વધારે કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંના ચાર સારવાર હેઠળ દાખલ છે. એક દર્દી તો ખાનગી હોસપિટલમાં વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય દર્દીઓ તબિયત પ્રમાણમાં સારી છે.

ayurved

Not allowed