આખરે એવું તો શું બન્યું રાજકોટની હોસ્ટેલમાં રહીને ભણતા પટેલ પરિવારના દીકરા સાથે કે મળ્યું રૂંવાડા ઉભા કરી દેનારું મોત ? જાણો સમગ્ર મામલો

તમારું બાળક પણ હોસ્ટેલમાં ભણતું હોય તો રાખજો કાળજી, રાજકોટમાં આ બાળકને મળ્યું એવું મોત કે વાલીઓ ફફડી ઉઠશે… જુઓ

હોસ્ટેલની છત પર ગયેલા બે માસુમ વિદ્યાર્થીઓ સાથે બની એવી ઘટના કે એકનું થયું મોત અને બીજો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, સમગ્ર હકીકત જાણીને કંપી ઉઠશો.. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે. તો ઘણા આપઘાતના મામલા પણ સામે આવી રહ્યા છે. જેમાં નાની ઉંમરના વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને ઘણા હોસ્ટેલમાં રહીને પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે એવું પણ બનતું હોય છે જે વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો બની જાય છે.

ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટ પાસે આવેલા પડધરીના મોટા રામપર ગામમાંથી સામે આવ્યો છે.  જ્યાં ગત 14 માર્ચના રોજ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળમાં એક એવી દુર્ઘટના ઘટી કે તેના લીધે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર હેઠળ રહેલા એક બાળકનું હાલમાં જ મોત નીપજ્યું છે. આ મામલે પરિવારજનોએ ગુરુકુળ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 14 માર્ચના રોજ હોસ્ટેલમાં સવારે ગરમ પાણી ના આવતું હોવાના કારણે સંચાલકે બે મીત અને ઓમ નામના બે બાળકોને અગાશી પર જઈને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે મિત અને ઓમ બંને આગાશી પર ચઢીને સોલાર પેનલ ચેક કરવા માટે ગયા હતા. આ સમયે સોલાર પેનલમાં લગાવવામાં આવેલી પાઇપ અચાનક ધડાકા ભેર ફાટતા બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બુમાબુમ કરતા હોસ્ટેલના સંચાલક સહીત ણ વિદ્યાર્થીઓ પણ અગાશી પર દોડી ગયા હતા. જેના બાદ બંને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન 13 વર્ષના મિત કોટડીયા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.  ત્યારે આ મામલે ગુરુકુળના સંચાલકની બેદરકારી અને આ મામલાને દબાવી અકસ્માતમાં ખપાવી દેવાનો આરોપ મિતના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે.

Not allowed