વિદેશી દુલ્હાની પહેલી શરત- દુલ્હન વર્જિન હોવી જોઇએ, ડરના મારે ગર્લ્સ કરાવી રહી છે ખતરનાક સર્જરી

જે યુવતીએ કોઈ દિવસ ઘપાઘપ ન કર્યું હોય તેવીઓને વિદેશી દુલ્હાઓ શોધી રહ્યા છે, કુંવારી યુવતીઓ આવી ખતરનાક સર્જરી કરવા માટે તૈયાર થઇ ગઈ

જયપુર સ્થિત MBA સ્ટુડન્ટ નતાશા (નામ બદલ્યું છે) આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરી રહી છે. તેનો ભાવિ પતિ બ્રિટનમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તે તેના લગ્નને લઈને ખુશ છે, પણ તેને એક ડર પણ સતાવી રહ્યો છે, કે ક્યાંક તેની બેસ્ટફ્રેન્ડ પ્રિયંકા (નામ બદલ્યું છે)ની જેમ તેનો પતિ પણ લગ્નની પહેલી જ રાત્રે તેને કેરેક્ટરલેસ કહીને છોડી ન દે. કારણ કે પ્રિયંકાની જેમ તેના પણ એનઆરઆઈ સાસરિયાઓએ સંબંધ નક્કી કરતી વખતે એક શરત રાખી અને તેમાં એવું હતુ કે, દુલ્હન વર્જિન જોઇએ. આ ડર માત્ર નતાશાને જ નહીં, પણ સેંકડો છોકરીઓને છે. વર ભલે ભીલવાડાનો હોય કે બ્રિટનનો હોય.

આ ડરના કારણે રાજસ્થાનની દીકરીઓ વર્જિનિટી ટેસ્ટ પાસ કરવા માટે ખતરનાક સર્જરી પણ કરાવી રહી છે, જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ વર્જિન છે. દર મહિને આવા 15 થી 20 કેસ ડોક્ટરોને મળી રહ્યા છે. આ સર્જરી એટલી જોખમી છે કે છોકરી કોમામાં ચાલી ગઈ, છતાં સર્જરીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, કારણ કે તે જાણે છે કે આ સર્જરીથી તેને કેરેક્ટર સર્ટિફિકેટ મળશે. દૈનિક ભાસ્કર દ્વારા આ અંગેનો લેખ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ કેસ દર્શાવવામાં આવ્યા છે.

કેસ-1 : NRI વરની પ્રથમ શરત: છોકરી વર્જિન હોવી જોઈએ, ઇન્ડિયન કલ્ચરની હોય
જયપુરમાં રહેતી એક છોકરીનો પરિવાર તેના લગ્ન માટે સંબંધ શોધી રહ્યો હતો. આ દરમિયાન અમેરિકામાં રહેતા એક છોકરા સાથે સંબંધની વાત થઈ હતી. છોકરો અમેરિકન બેંકમાં મોટી પોસ્ટ પર નોકરી કરતો હતો. તેના પરિવારે જણાવ્યું કે વિદેશી છોકરીઓ સાથેના લગ્ન લાંબા સમય સુધી ટકતા નથી, તેથી તેઓ ભારતીય સંસ્કૃતિની છોકરી ઈચ્છે છે, પરંતુ આ દરમિયાન છોકરાએ બે શરતો મૂકી. છોકરીનું કોઈ સાથે અફેર ન હોવું જોઈએ, છોકરી વર્જિન હોવી જોઈએ.

છોકરીના પરિવાર માટે આ વાત ચોંકાવનારી હતી, પરંતુ સારા સંબંધો જોઈને બધા ચૂપ રહ્યા. પસંદ આવ્યા પછી લગ્નની તારીખ નક્કી થઈ. એક દિવસ તેણે પોતાની સમસ્યા મિત્રને કહી. પછી ઇન્ટરનેટ પર વર્જિનિટી વિશે સર્ચ કર્યા પછી, હાઇમેનોપ્લાસ્ટી સર્જરી વિશે જાણવા મળ્યું. ખાનગી હોસ્પિટલમાં વાત કરતાં જાણવા મળ્યું કે આ સર્જરી માત્ર અડધા કલાકમાં થઈ જશે અને તેનો ખર્ચ 20-30 હજાર રૂપિયા જેટલો થશે. પરિવારજનોને જાણ કર્યા વિના તે તેના મિત્ર સાથે હોસ્પિટલ પહોંચી અને સર્જરી કરાવી.

કેસ-2: ઓસ્ટ્રેલિયાથી આવ્યો સંબંધ તો માતા-પિતાએ સર્જરી કરાવી
26 વર્ષની એક છોકરી માટે ઓસ્ટ્રેલિયાથી સંબંધ આવ્યો હતો. છોકરો સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. તેના માતા-પિતા પુત્રના લગ્ન તેમના સમાજની ભારતીય છોકરી સાથે કરાવવા માંગતા હતા. મૂળ રાજસ્થાનનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો હતો. પોતાના પુત્ર માટે કન્યા શોધી રહેલા NRI પરિવારે રાજસ્થાનમાં રહેતા તેમના સંબંધીઓને છોકરી જોવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે છોકરીને પસંદ કરવા માટે ત્રણ શરતો રાખી હતી. છોકરીનું અફેર ન હોવું જોઈએ, તે વર્જિન હોવી જોઈએ અને શિક્ષિત પણ હોવી જોઈએ. જ્યારે આ સંબંધ નક્કી થયો ત્યારે છોકરીને ડર હતો કે જો લગ્ન પછી તેના પતિને તેની વર્જિનિટી વિશે ખબર પડી જશે તો લગ્ન ન તૂટે. આવી સ્થિતિમાં, તેના માતા-પિતા તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની હાઈમેનોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી.

કેસ-3: રોયલ પરિવારમાં લગ્ન પહેલા મહિલા ડોક્ટરે કરાવી સર્જરી
જયપુરના એક ડોક્ટરે જણાવ્યું કે લગભગ 4 વર્ષ પહેલા એક નાઈજીરિયન છોકરી તેમની પાસે હાઈમેનોપ્લાસ્ટી સર્જરી માટે આવી હતી. તે જયપુરમાં જ એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. તેના લગ્ન નાઇજીરીયાના શાહી પરિવારમાં થવાના હતા. ત્યાં એવો રિવાજ હતો કે રાજવી પરિવારમાં માત્ર વર્જિન જ છોકરીઓના લગ્ન થતા. લગ્ન પહેલા તેનો મંગેતર તેને મળવા માંગતો હતો. તે જાણવા માંગતો હતો કે છોકરી વર્જિન છે કે નહીં. નાઈજીરિયન યુવતીએ તેના મંગેતરને મળતા પહેલા સર્જરી કરાવી હતી.

તાજેતરમાં, દરેક ક્ષેત્રના લોકો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા આ સર્જરી વિશે જાણી રહ્યા છે. નાના શહેરોમાં અફેરની વાત ફેલાઈ ગયા પછી ઘણી છોકરીઓના લગ્ન નથી થતા. આવી સ્થિતિમાં, જયપુરની આસપાસના સિકર, ભીલવાડા, બિકાનેર, ચુરુ, દૌસા, ઝુંઝુનુ જેવા નાના શહેરોની છોકરીઓ સૌથી વધુ સર્જરી કરાવી રહી છે. આમાંની મોટાભાગની છોકરીઓ સર્જરી માટે એકલી આવે છે. તે જ સમયે, કેટલાક કિસ્સાઓમાં, માતાપિતા તેમની પુત્રીની સર્જરી પણ કરાવે છે જેથી કરીને તેમની પુત્રીના લગ્ન વર્જિનિટીના કારણે તૂટી ન જાય. સદીઓથી, ભારતના શાહી ઘરોમાં કુંવારી છોકરી સાથે લગ્ન કરવાનો રિવાજ હતો.

આફ્રિકા અને ઈંગ્લેન્ડના શાહી પરિવારમાં પણ આવી જ પરંપરા રહી છે. આ કારણોસર, છોકરીઓ લગ્ન પહેલા કોઈપણ રીતે પોતાને વર્જિન રાખતી હતી અથવા વર્જિનિટી માટે હાઈમેનોપ્લાસ્ટી કરતી હતી. જાગૃતિ પછી હવે તે પરિવારોમાં આ સર્જરી બંધ થઈ ગઈ છે, પરંતુ નાના શહેરોમાં સર્જરીનો ટ્રેન્ડ આવ્યો છે. છોકરીઓ પોતાને વર્જિન બનાવવા માટે લગ્ન પહેલા હાઈમેનોપ્લાસ્ટી સર્જરી કરાવે છે.સ્ત્રીઓની યોનિમાર્ગમાં પાતળી પટલ હોય છે. જેને હાઇમેન કહેવામાં આવે છે. તે માત્ર સંબંધ બાંધવાથી બ્રેક થાય એવું નથી થતું. તે ખાલી પેશીની બનેલી પટલ છે. તે રમતી વખતે, સખત મહેનત કરતી વખતે,

સાયકલ અથવા બાઇક ચલાવતી વખતે, દોડતી વખતે પણ તૂટી જાય છે. હાઈમેન ફાટવાથી થોડું લોહી આવે છે, પરંતુ સમાજમાં આ પટલ ફાટવાને કારણે છોકરીને વર્જિન ગણવામાં આવતી નથી. આ સામાજિક ડરને કારણે, છોકરીઓ પોતાને પવિત્ર સાબિત કરવા માટે હાઈમેન રિપેર માટે સર્જરી કરાવે છે. જાણકારોનું માનવું છે કે જાગૃતિથી જ તેને રોકી શકાય છે. હાઈમેનોપ્લાસ્ટી અથવા હાઈમેન રિપેર અથવા વર્જિનિટી સર્જરી લગ્નના ઓછામાં ઓછા ચાર અઠવાડિયા પહેલા કરવામાં આવે છે, જો કે આ સર્જરીની જરૂર નથી, પરંતુ પરંપરાગત વિચારસરણીને કારણે છોકરીઓ દ્વારા મજબૂરીમાં કરવામાં આવે છે.

આ સર્જરીમાં છોકરીઓની યોનિમાં હાઈમેન રિપેર કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા પછી, સંભોગ દરમિયાન હાઇમેન તૂટી જાય છે, જેના કારણે લોહી આવે છે. આ કારણથી તેને ‘વર્જિનિટી સર્જરી’ પણ કહેવામાં આવે છે. જો કે, ડોક્ટર્સ આ સર્જરી ન કરવાની સલાહ આપે છે. યોનિ એ મહિલાઓના શરીરનો સૌથી સંવેદનશીલ અને નાજુક ભાગ છે. હાયમેનોપ્લાસ્ટીની ઘણી આડઅસર છે. વર્ષ 2015-16માં માલવિયા નગરની એક હોસ્પિટલમાં એક છોકરી હાઈમેનોપ્લાસ્ટી સર્જરી કરાવવા માટે એકલી આવી હતી. આ દરમિયાન તેને એનેસ્થેસિયાની એલર્જી થઈ ગઈ. જેના કારણે તે કોમામાં ચાલી ગઈ હતી. ઘણા દિવસો સુધી કોમામાં રહ્યા બાદ તેનો જીવ તો બચી ગયો, પરંતુ તેને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

ayurved

Not allowed