સામાન્ય લાગતા આ મૂળાના છે ચોંકાવનારા ફાયદાઓ, જાણીને તમે પણ ખાવાનું શરૂ કરી દેશો

મૂળા ખાવાના આ ફાયદાઓ હજુ તમને નહિ ખબર હોય, વાંચીને તમે પણ શરૂ કરી દેશો રોજ મૂળા ખાવાનું

શિયાળો શરૂ થતાની સાથે વિવિધ જાતના સલાડ પણ ખાવાની મઝા આવતી હોય છે તેમાં પણ ઘણા લોકોના ઘરમાં મૂળાનું સલાડ ખાવામાં આવતું હોય છે. ઘણા લોકો સલાડ સિવાય તેની ભાજી અને શાક પણ બનાવીને ખાતા હોય છે તો કેટલાક લોકોને મૂળાનું નામ સાંભળીને જ જાણે ખાવાની ઈચ્છા થતી નથી હોતી. પરંતુ આજે અમે તમને મૂળ ખાવાના કેટલાક એવા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે તે વાંચીને તમને પણ મૂળા ખાવાની ઈચ્છા થઇ જશે અને તમે પણ રોજ સલાડ અને ભાજી બનાવી ખાવા લાગશો.

ઘણા લોકો મૂળાના ઔષધીય ફાયદાઓથી અજાણ હોય છે. સામાન્ય લાગતા મૂળા જો તમે રોજ ખાવાનું શરૂ કરો છો તો કેન્સર, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી ઘણી બીમારીઓથી દૂર રર્હી અને તમે શરીરથી એકદમ સ્વસ્થ રહી શકો છો. તો ચાલો જાણીએ મૂળાના ફાયદા.કેન્સરના ખતરાથી બચાવે છે: મૂળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, વિટામિન સી અને એન્થોકાઈનીન મળી આવે છે, આ તત્વો શરીરમાં કેન્સર સામે લડવામાં મદદગાર બને છે. મોઢાના,પેટના, આંતરડાના અને કિડનીના કેન્સર સામે લડવામાં મૂળા ખુબ જ ઉપયોગી છે.

ડાયાબિટીઝથી મળે છે છુટકારો:મૂળા ખાવાથી બ્લડ સુગર ઉપર કોઈ જ અસર થતી નથી, તેમાં રહેલું ફાયબર ઇન્સ્યુલિનને નિયંત્રણ કરવામાં મદગાર બને છે જેના કારણે જો તમે સવારે ખાવામાં મૂળાનો વપરાશ કરો છો તો તમે ડાયાબીટિઝની બીમારીથી પણ છુટકારો મેળવી શકો છો.

શરદી ખાંસીમાં આપે છે રાહત:મૂળાના રોજના વપરાશથી શરદી ખાસી સામે પણ રક્ષણ મળે છે, જો તમને મૂળાની ભાજી કે તેનું શાક નથી ભાવતું તો તમે કાચા મૂળાને સલાડ તરીકે ખાઈને પણ શરદી ખાંસી સામે રક્ષણ મેળવી શકો છો.  બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે: મુલાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ રહેલું છે. મુલાણી અંદર એક ખાસ પ્રકારનું એન્ટી હાઇપરટેન્સિવ તત્વ પણ મળી આવે છે જે તમારા વધતા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.  આંખોનું તેજ વધારે છે: મૂળા આંખોના તેજ વધારવા માટે પણ લાભદાયક છે. મૂળાની અંદર રહેલું વિટામિન એ,બી અને સી આંખોના તેજ વધારવા માટે ખુબ જ લાભદાયક બને છે. રીજ એક મૂળો ખાવાથી તેનો ફરક તમને તમારી આંખોમાં જોવા મળશે.

કિડની માટે લાભદાયક: મૂળાની અંદર ડ્યુરેક્ટિક ગન રહેલા છે. જે કિડનીના સ્વસ્થ માટે ખુબ જ લાભ દાયક છે. મૂળા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ ખુબ જ મદદગાર રહે છે. તે માટે તેને પ્રાકૃતિક ક્લીન્ઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક કહેવતમાં કહેવામાં આવ્યું છે કે “મૂળો મોગરને દહીં, બપોર પછી નહીં” તે પણ સાચું જ કહ્યું છે. કારણ કે જો તમે મૂળાને સવારે અથવા બપોરે ઉપયોગમાં લો છો તો જ તે ફાયદાકારક છે. ઘણીવાર સાંજે મૂળા ખાવાથી કેટલીક સમસ્યાઓ પણ થતી હોય છે. તો મૂળાને સવારે અથવા બપોરે જ ખાવાનો રાખવો જોઈએ. મૂળાના સલાડ સિવાય તેની ભાજી, શાક અને તેના પરાઠા પણ બનાવીને ખાઈ શકાય છે. શિયાળામાં મૂળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક બની રહેશે.

Team Akhand Ayurved

Not allowed