
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું શુક્રવારે એટલે કે 31 માર્ચના રોજ ભવ્ય સમારંભ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહનું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી તેમના પૂરા પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભારત અને વિદેશની હસ્તીઓની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યો હતો.
બંને બ્લેક ટ્વિનિંગ આઉટફિટમાં ઇવેન્ટમાં પહોંચ્યા હતા. અનંત અને રાધિકાએ ત્યાં હાજર ફોટોગ્રાફરો માટે પોઝ પણ આપ્યા હતા. પરંપરાગત પોશાકમાં કપલ ખૂબ જ આકર્ષક લાગતું હતું. રાધિકા મર્ચન્ટે બ્લેક સાડી સાથે કોર્સેટ બ્લાઉઝ કેરી કર્યો હતો. તો અનંત અંબાણીએ બ્લેક બંધ ગળાના કોટ કે જેમાં સિલ્વટ બટન હતા તે અને પાયજામો પહેર્ય હતો. આ ઉપરાંત તેણે કોટ પર ચમકદાર બ્રોચ પણ લગાવ્યુ હતુ.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન બોલિવુડ કલાકારો, ધાર્મિક ગુરુઓ, રમતગમત અને વેપાર જગતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતુ કે, “સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા જે સમર્થન મળી રહ્યું છે તેનાથી હું અભિભૂત છું. તે વિશ્વના શ્રેષ્ઠ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક છે. તમામ કલા અને કલાકારોનું અહીં સ્વાગત છે.
અહીં નાના શહેરો અને દૂરના સ્થળોના યુવાનોને પણ તેમની કળા બતાવવાનો મોકો મળશે. મને આશા છે કે વિશ્વના શ્રેષ્ઠ શો અહીં આવશે.” રાધિકાની વાત કરીએ તો, તે અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરની સીઈઓ છે અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ પુત્રી છે. રાધિકા અને અનંતની સગાઇ થોડા સમય પહેલા જ થઇ છે.
View this post on Instagram