અમદાવાદમાં ચાલી રહેલા ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં લગ્નના 10 દિવસ બાદ જ આ દંપતી પહોંચ્યું સેવા આપવા.. કહ્યું.. “સ્વામીજીનો રાજીપો…”

અમદાવાદના ઓગણજ ખાતે 600 એકર જમીનમાં બનાવેલ્ય અધભૂત અને અકલ્પનિય પ્રમુખ નગરમાં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે રોજ લાખો લોકો આવી રહ્યા છે અને અહીંયા આવીને તે પણ અભિભૂત થઇ રહ્યા છે. આ જે નગર બનાવવામાં આવ્યું છે તેમાં હજારો સ્વંયસેવકોએ પોતાનો ફાળો આપ્યો છે.

હજારો લોકો પોતાનો કામધંધો અને નોકરી છોડીને પ્રમુખ નગરમાં સેવા આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હવે જયારે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં પણ હજારો સ્વયંસેવકો આ મહોત્સવમાં આવનારા લોકોને કોઈપણ પ્રકરની અગવડ ના પડે તેનું ધ્યાન રાખવા માટે સતત ખડેપગે ઉભા છે. આવા ઘણા સ્વયંસેવકોની કહાનીઓ પણ સામે આવી છે.

આવા જ એક સ્વયંસેવકોમાં એક દંપતિ પણ જોડાયું છે જેમના તાજેતરમાં જ લગ્ન થયા હતા. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતા સૌમિલ મોદી એ 27 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી સજોડે જ આ મહોત્સવમાં સેવાકાર્યોમાં જોડાયા હતા.

સૌમિલે જણાવ્યું હતું કે લગ્ન બાદ અમારું પ્લાનિંગ ફરવા જવાનું નહોતું. કારણ કે ફરવા તો ગમે ત્યારે જઈ શકાય છે પરંતુ શતાબ્દી મહોત્સવ 100 વર્ષમાં એકવાર આવે છે. ત્યારે તેમાં સેવા આપવાનું ચુકી જવાય તો આખી જિંદગી તેનો વસવસો રહી જાય. ત્યારે તેમને સજોડે જ આ મહોત્સવમાં સેવા આપવાનું નક્કી કર્યું અને સારામાં સારી સેવા કરીને ગુરુ હરિનો રાજીપો મેળવવો છે તેમ પણ જણાવ્યું.

સૌમિલના ધર્મપત્ની માનસી મોદીએ નર્સીંગ કર્યું છે અને તે પણ લગ્નના 10 દિવસ બાદ જ સતત 35 દિવસ સુધી આ મહોત્સવમાં મેડિકલ ડિપાર્મેન્ટમાં નર્સ તરીકેની સેવાઓ આપવાના છે. તેમને પણ એમ જણાવ્યું કે આ મહોત્સવમાં સેવા આપવી એ અમારું સૌભાગ્ય છે. હજુ ફરવા માટે ક્યાં જવું તે નક્કી નથી કર્યું પરંતુ અહીંયા સેવા આપીને અમને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત થશે.

Team Akhand Ayurved

Not allowed