પેટનું ફૂલવું કે ગેસની સમસ્યા થવી એ નોર્મલ વાત છે. જોકે ઘણા લોકોએ આ પ્રોબ્લમ ઘણી વખત બનતી હોય છે જેના કારણે લોકો હેરાન થતા હોય છે. જયારે આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ તો આપણા પેટમાં બનવા વાળું એસિડ તેને એકદમ જીણા ટુકડામાં બદલી દે છે. પાચનની આ પ્રક્રિયા દરમ્યાન પેટમાંથી ગેસ નીકળતો હોય છે જેના કારણે ક્યારેક પેટ સૂજી જવું કે પેટમાં દુખાવો થવા લાગતો હોય છે. પેટ ફૂલવું કે ગેસ બનવો તેના કેટલાક ખાસ કારણ છે.
આવું ઘણી વખત જયારે રાતના સમયે ઊંઘ પુરી ના થવાના કારણે, ભૂખ કરતા વધારે ખાઈ લેવાથી કે પછી કંઈક હબરે ખાવાનું ખાઈ લીધા પછી પણ થતું હોય છે. પરંતુ જો તમે હંમેશા કંઈક ખાતા જ પેટ ફૂલવાની સમસ્યા થતી હોય છે તો એ વાતને નકારવાની ભૂલ કરશો નહિ. સમય રહેતા જો આ સમસ્યાથી છુટકારો ના મેળવ્યો તો તેના લીધે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. પેટ ફુલી જવાને અંગ્રેજીમાં ટમી બ્લોટિંગના નામથી ઓળખવામાં આવે છે. જોકે પેટ ફુલવું વજન વધવાની નિશાની નથી. પરંતુ તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
1.લસણ: જ્યારે લાગે કે તમારું પેટ ફુલવા લાગે છે.દુખાવો થઇ રહ્યો છે અને ગેસ નીકળવામાં પણ સમસ્યા થઇ રહી છે તો તમે આહારમાં લસણને સામેલ કરો અને ધીમે-ધીમે લસણનું પ્રમાણ વધારી દો. જે તમારી પાચન શક્તિને વધારશે અને આંતરડામાં ફસાઇ ગયેલા બેક્ટેરિયાને બહાર નીકાળશે.
2.કેળા: કેળા પેટ ફૂલવાની સમસ્યાને ઓછી કરે છે. કેળા ફાઇબરનો સારો સ્ત્રોત હોય છે. જે કબજિયાતથી જોડાયેલી તેમજ પેટ ફુલવાની સમસ્યાનો ઉપચાર કરે છે.
3.ફુદીનો: ફુદીનામાં મેથોન ઓઈલ હોય છે. પેટની ગેસને સ્વચ્છ કરવા માટે બેસ્ટ ઇલાજ ફુદીનો છે. તેને તમે ચા બનાવતા સમયે ઉપયોગ કરી શકો છો. ફુદીનાની ચા સવાર-સાંજ પીવાથી આ સમસ્યાથી તમને આરામ મળી શકે છે.
4.વરિયાળી: 100 ગ્રામ વરિયાળીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેને એક શીશીમાં ભરીને રાખો. આ વરિયાળીને ભોજન પછી ખાઓ. તેનાથી તમારી પાચન શક્તિ તેજ થશે અને સાથે જ તમારા પેટનો ભાર ઓછો થશે તેમજ પેટનો ગેસ પણ બહાર નીકળી જશે.
5.આદુ: આદુ એક ખાદ્ય સામગ્રી છે. જે પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓનો એક માત્ર ઇલાજ છે. તેને ચામાં ઉમેરીને ઉકાળીને પી શકો ચો. તે સિવાય કેટલીક એવી વાનગીઓમાં પણ તમે તેને પીસીને ઉપયોગ કરી શકો છો. જેનાથી પેટ ફુલવાની સમસ્યાનો અંત આવી શકે છે.