લોગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યા, આત્મહત્યા અને અકસ્માતોના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર કોઇ આર્થિક તંગીને કારણે અથવા તો કોઇ અન્ય કારણોસર આપઘાત કરી લેતુ હોય છે, તો ઘણીવાર અંગત અદાવત કે પ્રેમ પ્રસંગોને કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણીવાર અકસ્માતોના પણ અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે. હાલમાં એક ખૂબ જ ચોંકાવનારી ખબર ચકચાર મચાવી રહી છે. ઝારખંડના હજારીબાગ જિલ્લા મુખ્યાલયથી લગભગ 100 કિમી દૂર સિજુઆ ગામમાં, લોન રિકવર કરવા ગયેલા એજન્ટોએ ખેડૂતની ગર્ભવતી પુત્રીને ટ્રેક્ટર વડે કચડી નાખી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
યુવતી ચાર દિવસ પહેલા જ પિયર આવી હતી. પોલીસે મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના 4 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટના ગુરુવારે બની હતી. લોકોએ ફાયનાન્સ કંપનીની ઓફિસનો ઘેરાવ કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ચારેય આરોપીઓ પોલીસ પકડની બહાર છે. હજારીબાગના સિજુઆ ગામમાં રહેતા અલગ-અલગ વિકલાંગ ખેડૂત મિથિલેશ પ્રસાદ મહેતાએ 2018માં મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી ટ્રેક્ટર ફાઇનાન્સ કરાવ્યુ હતું. તે લગભગ સાડા પાંચ લાખના ટ્રેક્ટરના હપ્તા સતત ભરતો હતો. 1 લાખ 20 હજારના માત્ર 6 હપ્તા બાકી હતા.
પૈસાની અછતને કારણે તેઓ આ હપ્તા ભરવામાં મોડું કરી રહ્યા હતા. ફાઈનાન્સ કંપનીએ જણાવ્યું કે લોન વધીને 1 લાખ 30 હજાર થઈ ગઈ. થોડા દિવસ પહેલા ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ આવ્યા ત્યારે તેમણે એરિયર્સ ઉપરાંત વધારાના 12 હજાર રૂપિયા માંગવાનું શરૂ કર્યું. આ રકમ ન ચુકવતાં તેઓ પાછા ફર્યા હતા. ગુરુવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે ટ્રેક્ટર બળજબરીથી છીનવી લીધું હતું. પરિવારના સભ્યોએ ઇચક પોલીસ સ્ટેશન વિસ્તારના બરિયાથ ગામ પાસે ટ્રેક્ટરની સામે ઉભા રહીને 1.20 લાખ રૂપિયાની લોનની રકમ ચૂકવવાનું કહ્યું હતું.
તેના પર કર્મચારીઓએ વધુ 12 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ના પાડતાં ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ ટ્રેક્ટર પર બેસી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે આગળથી દૂર જાઓ નહીંતર ટ્રેક્ટર ચઢાવી દઈશું. જ્યારે પરિવારના સભ્યો બહાર ન નીકળ્યા ત્યારે રિકવરી એજન્ટે ડ્રાઈવરને ટ્રેક્ટર આગળ વધારવાનો આદેશ આપ્યો હતો. ચાલકે ખેડૂતની ગર્ભવતી પુત્રીને ટ્રેક્ટર વડે કચડી નાખી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારપછી આરોપી ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયો હતો.
ડુમરૌનના રહેવાસી મોનિકાના પતિ કુલદીપે જણાવ્યું કે તેમના લગ્ન 1 વર્ષ પહેલા થયા હતા. મોનિકા તેની પીજી પૂર્ણ કરવા માંગતી હતી. તેની ઈચ્છા પૂરી કરવા તે આસામમાં નોકરી કરવા ગયો. તે ત્રણ માસની ગર્ભવતી હતી. તે ચાર દિવસ પહેલા તેના પિયર ગઇ હતી. જો તેને ખબર હોત કે આસામ પરત ફરતા પહેલા તેની પત્નીની લાશ તેના ઘરે આવશે, તો તે ક્યારેય આસામ ગયો ન હોત. પત્નીની લાશ જોઈને તે પોતાની જાતને સંભાળી શકતો નથી. મહિન્દ્રા ગ્રુપના ચેરપર્સન આનંદ મહિન્દ્રાએ હજારીબાગમાં બનેલી આઘાતજનક ઘટના પર પ્રતિક્રિયા આપી છે.
આનંદ મહિન્દ્રાએ આ ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતા લખ્યુ, “આ એક ભયાનક ઘટના છે. દુઃખની આ ઘડીમાં પરિવાર પ્રત્યે અમારી સંવેદના.” મહિન્દ્રા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અનીશ શાહે જણાવ્યું હતું કે કંપની “અસ્તિત્વમાં રહેલી તૃતીય-પક્ષ કલેક્શન એજન્સીઓનો ઉપયોગ કરવાની પ્રથાની સમીક્ષા કરશે.” ટ્વિટર પર એક સત્તાવાર નિવેદન શેર કરતા શાહે લખ્યું કે, “હઝારીબાગની ઘટનાથી અમે ખૂબ જ દુ:ખી અને પરેશાન છીએ. માનવીય દુર્ઘટના બની છે. અમે આ ઘટનાની તમામ એંગલથી તપાસ કરીશું.”
This is a terrible tragedy. I strongly support @anishshah21‘s statement. Our hearts go out to the family in this time of grief. https://t.co/FxYejx59im
— anand mahindra (@anandmahindra) September 16, 2022