આંખો પર કાળા ચશ્મા પહેરીને મોટા મોટા સિતારાઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા, લોકોએ સંભળાવી કે હોશિયારી મારવા આવો છો કે શું, જુઓ ફોટાઓ

હિન્દી-બંગાળી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન થયું છે. તેમણે 68 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અને હવે તે પોતાના જીવનની અંતિમ યાત્રા માટે રવાના થઈ ગયા છે. તેમની અર્થીને તેમના ઘરમાંથી ઉઠાવી લેવામાં આવી છે અને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહી છે. પ્રદીપ સરકારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારના અવસાનથી લોકો આઘાતમાં છે. ‘પરિણીતા’, ‘હેલિકોપ્ટર ઈલા’ અને ‘મર્દાની’ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક પ્રદીપ સરકારે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ દર્શન માટે બોલિવૂડના અનેક સ્ટાર્સ તેમના ઘરે પહોંચ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ પહોંચી હતી. જેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

દીપિકા પાદુકોણ ઉપરાંત વિદ્યા બાલન, રાની મુખર્જી, રિયા ચક્રવર્તી, દિવ્યાંકા ત્રિપાઠી અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતથી લઈને બોલિવૂડ અને ટીવી જગતની અનેક હસ્તીઓ પ્રદીપ સરકારના અંતિમ દર્શને પહોંચી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. જેને જોઈને તેમના ચાહકોની આંખો પણ ભીની થઇ ગઈ છે.

પ્રદીપ સરકારની અર્થીને કાંધ આપતા તેમના પરિવારજનોની આંખોમાં આંસુઓ જોવા મળી રહ્યા છે.  પ્રદીપ સરકારના અંતિમ સંસ્કાર શુક્રવારે મોડી સાંજે મુંબઈના સાંતાક્રુઝ સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે પ્રદીપ સરકારનું અવસાન થયું અને અભિનેત્રી રાની મુખર્જી પણ એ લોકોમાં સામેલ હતી જેમને તેમના પરિવારના સભ્યોએ સૌથી પહેલા આ વિશે જાણ કરી હતી. 68 વર્ષીય પ્રદીપ સરકારની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. બપોરે 2.30 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

લેખક, અભિનેતા, દિગ્દર્શક સતીશ કૌશિકના નિધન બાદ પ્રદીપ સરકારના નિધનથી હિન્દી સિનેમાને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. સરકારના નિધનના સમાચાર મળતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો અને ટેકનિશિયનો સવારથી જ તેમના ઘરે ઉમટી પડ્યા હતા. બપોરે તેમની અંતિમયાત્રા નીકળી હતી અને સાંતાક્રુઝના સ્મશાનગૃહમાં પહોંચેલા તમામ સ્ટાર્સે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને વિદાય આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લાંબા સમયથી એડ ફિલ્મો બનાવી રહેલા પ્રદીપ સરકારે વર્ષ 2005માં ડાયરેક્ટર તરીકે પહેલી ફિચર ફિલ્મ ‘પરિણીતા’ બનાવી હતી. આ પછી, તેણે રાની મુખર્જી સાથે ‘લગા ચુનરી મેં દાગ’ અને ‘મર્દાની’ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. છેલ્લા કેટલાક સમયથી તે પ્રખ્યાત અભિનેત્રી પ્રિયા રાજવંશની બાયોપિક બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.

Not allowed