બાળકો માટે સ્પેશિયલ વાનગી. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી તથા સ્વાદમાં પણ ખૂબ જ લાજવાબ. તો ચાલો આપણે આ પોપસિકલ બનાવવાની રીત જોઈ લઈએ.
સામગ્રી
- ૨ કપ તરબૂચના ટુકડા
- ૫-૭ ફુદીનાના પાન
- ૧/૨ ચમચી ચાટ મસાલો
- ચપટી મીઠું
- ૧/૨ કપ તરબૂચના જીના સમારેલા ટુકડા
- ૬ નંગ ચાના પ્લાસ્ટિકના ગ્લાસ
- ૬ નંગ આઈસ્ક્રીમની લાકડી
રીત:
સૌપ્રથમ એક મિક્સરમા ૨ કપ તરબૂચના ટુકડા, ફુદીનાના પાન, ચાટ મસાલો, ખાંડ અને ચપટી મીઠું નાખીને જ્યૂસ બનાવી લો.હવે એક વડકામા તેને કાઢી લો અને તેમાં તરબૂચના જીના સમારેલા ટુકડા નાખી હલાવો લો.ત્યારબાદ ચાના ગ્લાસ લો અને તેમાં આ જ્યૂસ ભરી લો. હવે આ ગ્લાસને ૩-૪ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.
જ્યારે થોડો બરફ જામવા લાગે ત્યારે આ ગ્લાસને બહાર કાઢીને તેમાં આઈસ્ક્રીમની લાકડી લગાવી દો.હવે ફરીથી ૪-૫ કલાક ફ્રીઝરમાં આ ગ્લાસ મૂકી દો. ૪-૫ કલાક પછી આ ગ્લાસને બહાર કાઢી લો અને ચાના કપ હટાવી દો.હવે આ પોપસિકલ તૈયાર છે.. હવે તેના ઉપર ચાટ મસાલો લગાવો અને પોપસિકલની મજા માણો.. આ ઉનાળાની ગરમીમાં બાળકો તથા ઘરના મોટા માટે જરૂરથી બનાવજો.