ધીમું ઝેર છે આ 10 ફૂડ્સ, ઓછું કરી દો રોજિંદા જીવનમાં … માહિતી શેર કરો જેથી બીજાને પણ લાભ મળે

ચેતી જજો હવેથી, હોસ્પિટલમાં લાખોના બિલ ભરવાની તાકત છે? ન હોય તો 10 ફૂડ્સ ઓછા કરી દેજો

જેમ-જેમ લોકોની રહેણીકરણી બદલાઈ રહી છે એમ-એમ તેમની પોતાના સ્વાસ્થ્ય પ્રતિ રુચિ ઓછી થઇ રહી છે. આજે દરેક વ્યક્તિ હેલ્ધી જમવાના બદલે મોઢાના સ્વાદ જોવે છે અને એ કારણે તેમને કોઈને કોઈ બીમારી થઇ જાય છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આપણે રોજિંદા જીવનમાં કેટલી એવી વસ્તુઓ ખાઈએ છીએ કે જે શરીર માટે ધીમુ ઝેર છે. આ વસ્તુઓનું અધિક માત્રામાં આપણને બીમારીઓથી ઘેરી લે છે. એટલે સારું રહેશે કે આ વસ્તુઓની પહેચાન કરીને પોતાની ડાયટમાં એમનું સેવન ઓછું કરી દેવું હોઈએ.

વૈજ્ઞાનિકોના રીસર્ચ અનુસાર એ સાબિત કરવામાં આવ્યું છે કે ખાંડ એક વ્હાઈટ પોઈઝન (ઝેર) છે. તેના ખાવાથી બ્લડમાં કોલેસ્ટ્રોલ વધે છે જેનાથી બ્લડ વેસલ્સની દીવાલો મોટી બનતી જાય છે અને હાર્ટ એટેક જેવી સંભાવના પણ વધી જાય છે. માત્ર ખાંડ જ નહી પણ અન્ય પણ એવા ઘણા ફૂડસ છે જેની અસર સ્લો પોઈઝનની જેમ આપણા શરીર પર થતી હોય છે.

જાણો એવા 10 ફૂડસ વિશે જે શરીરમાં સ્લો પોઈઝનનનું કામ કરે છે.

1. રાજમા: કાચા રાજમામાં ગ્લાઈકોપ્રોટીન હોય છે જેનાથી ઉલ્ટી કે ઇનડાઈજેશનની પ્રોબ્લેમ લગાતાર રહે છે. માટે રાજમાને હંમેશા સારી રીતે ઉકાળીને જ ખાવા જોઈએ.

2. જાયફળ: તેમાં myristicin હોય છે જેનાથી વારંવાર હાર્ટ રેટ વધે છે, ઉલ્ટી અને મો સુકાઈ જવું જેવી સમસ્યા રહે છે. વધુ ખાવાથી બ્રેઈન પાવર પણ ઓછો થઇ જાય છે.

3. ખાંડ: તેને ખાવાથી લીવરમાં ગ્લાઈકોજનની માત્રા ઓછી થઇ જાય છે, જેનાથી મોટાપો, થકાન, માઈગ્રેન, અસ્થમા અને ડાયાબીટીસ જેવી સમસ્યા વધી શકે છે, સાથે જ બુઢાપાની અસર પણ જલદી દેખાવા લાગે છે.

4. આયોડીન નિમક: જેમાં વધુ માત્રામાં સોડીયમ હોય છે, તેને વધુ ખાવાથી હાઈ BPની સંભાવના રહે છે જેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. જેનાથી કેંસર અને એસ્ટિયોસ્પાયરોસિસનાં ચાન્સ પણ વધી જાય છે. હંમેશા કાળું કે સિંધા નિમકનો જ ઉપીયોગ કરો.

5. મેંદો: મેંદો બનાવવાની પ્રોસેસમાં ફાઈબર કાઢી નાખવામાં આવે છે, વધુ મેંદો ખાવાથી લગાતાર પેટની પ્રોબ્લેમ રહે છે. સાથે જ તેમાં બ્લીચીંગ એજન્ટ હોય છે જે લોહી પાતળું કરે છે અને હાર્ટ પ્રોબ્લેમને પણ વધારે છે.

6. કોલ્ડ ડ્રીંક: જેમાં ખાંડ અને ફોસ્ફોરિક એસીડની માત્રા વધુ હોય છે, વધુ કોલ્ડ ડ્રીંક પીવાથી બ્રેઈન ડેમેજ કે હાર્ટ એટેકના ચાન્સ વધી જાય છે, અને તેનાથી મોટું આંતરડું પણ સડી જાય છે.

7. ફાસ્ટ ફૂડ: તેમાં મોનોસોડીયમ ગ્લુટામેટ હોય છે જેનાથી બ્રેઈન પાવર ઓછો થઇ જાય છે અને મોટાપો તેજીમાં વધવા લાગે છે. સાથે જ હાર્ટ એટેક જેવી સમસ્યા પણ રહે છે.

8. અંકુરિત આલું: તેમાં ગ્લાઈકોઅલ્કેલાઈડ્સ હોય છે જેનાથી ડાયરિયા હોઈ શકે છે, આ પ્રકારના આલું લગાતાર ખાવાથી માથું દુખવું કે બેહોશી પણ આવી શકે છે.

 

9. મશરૂમ: કાચા મશરૂમમાં કાર્સીનોજેનિક કંપાઉંડ હોય છે જેનાથી કેન્સર જેવી બીમારી થઇ શકે છે માટે મશરૂમને સારી રીતે ઉકાળીને જ ખાવાથી સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

Team Akhand Ayurved

Not allowed