ટામેટા જેવા દેખાતા લાલ કે મરુન રંગના આ ફ્રૂટને આલુ કહેવાય છે. જે સ્વાદમાં ખાટ્ટું-મીઠું લાગે છે, પણ આ રેસાદાર ઉનાળાનું ફળ ઘણા બધા સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર છે. આનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંને યથાવત રહે છે. આમાં શરીર માટે જરૂરી પોષક તત્વો જેવા મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર માત્રામાં મળી આવે છે. આલુ ડાયટ ફાયબરથી ભરપૂર હોય છે, જેમાં સોર્બીટોલ અને આઇસેટિન વધુ હોય છે.ખાસ કરીને આ ફાઇબર્સ, શરીરના અંગોને સુચારુ બનાવે છે. અને પાચનક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. આ સાથે જ આ સૌંદર્ય વધારવા માટે પણ ઉપયોગી છે, જેનો ઉપયોગ જુદા-જુદા પકવાન બનાવવા માટે પણ થાય છે. તો જાણીએ તેના ગુણો વિશે –
100 ગ્રામ આલૂમાં લગભગ 46 કેલરી હોય છે, જે બીજા ફળો કરતા ઓછી છે. આ જ કારણ છે કે આ ફળનું સેવન કરવાથી તમારા વજનને નિયંત્રણમાં રાખવામાં સહાયક બની રહે છે.આલુમાં સેચ્યુરેટેડ ફેટ કે કોઈ પણ ચરબી આથી હોતી, જેથી આને ખાધા પછી તમને પોષક તત્વો પણ મળે છે અને વજન પણ નથી વધતું. આલુ તમારા શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ઇમ્યુનીટી વધારે છે. એમાં આયર્નનું પ્રમાણ હોય છે જે રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. પોટેશિયમ હોવાને કારણે એ કોષોને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
આ લોહીને ઘટ્ટ બનવાથી રોકે છે, જેથી બ્લડપ્રેશર અને હૃદયરોગની સંભાવના ઓછી થઇ જાય છે. સાથે જ અલ્ઝાઈમરના ખતરાને પણ ઓછો કરે છે.આલુ સૂરજનું યુવી કિરણોથી રક્ષા કરે છે તેમાં હાજર વિટામિન્સ આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવામાં સહાયક બને છે, અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે. આ આંખોની રોશની પણ વધારે છે. આલુનું રોજ સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે અને સાથે જ પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે.
આલુ ફેફસાને સુરક્ષિત રાખે છે અને તમને મોઢાનું કેન્સર થતા પણ બચાવે છે. આ સિવાય એ અસ્થમા જેવા રોગો થતા રોકવામાં પણ મદદગાર સાબિત થાય છે. છાલની સાથે આલુનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર થતા રોકવામાં મદદ થાય છે. આ કેન્સર અને ટ્યુમરના સેલ્સને વધવાથી રોકે છે. મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં આલુ ખૂબ જ મદદગાર છે. રજોનિવૃત્તિ ઉપરાંત મહિલાઓ આલુનું સેવન કરે તો તેઓ પોતાને ઓસ્ટિયોપોરોસિસથી બચાવી શકે છે.
આમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ તમારી ત્વચા સાથે જ મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ તમારા તનાવને ઓછું કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. રોજ આલુ ખાવાથી અને તેનો અંદરનો ભાગ ચહેરા પર લગાવવાથી ચહેરા પર પ્રાકૃતિક ચમક આવે છે. સાથે જ ત્વચાને બધા જ પોષક તત્વો મળે છે, જેથી ત્વચા સ્વસ્થ રહે છે.