પિસ્તાનું વધારે પડતું સેવન કરવાથી થઇ શકે છે આ ગંભીર બીમારીઓ, ખાતા પહેલા ચોક્કસ વાંચી લેજો

ડ્રાય ફ્રુટ્સનું સેવન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. પિસ્તા ખાવામાં માત્ર સ્વાદિષ્ટ અને મજેદાર તો છે જ સાથે હેલ્ધી પણ છે.પિસ્તા એ એક પ્રકારનું ડ્રાય ફ્રુટ છે જેનો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ અને વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે. પિસ્તામાં ભારી માત્રામાં ચરબી, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ રહેલું હોય છે.

તેમાં વિટામિન B6, મેંગેનીઝ, કેલ્શિયમ, થિયામીન, વિટામિન A, વિટામિન E, વિટામિન C, વિટામિન K, પ્રોટીન, એન્ટિઓક્સિડન્ટ્સ, કોપર અને ફોસ્ફરસ વગેરે જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. અત્યાર સુધીમાં તમે પિસ્તાના ફાયદા વિશે જાણતા જ હશો કારણ કે તેનો ઉપયોગ જ્યુસથી લઈને મીઠાઈ સુધી દરેક વસ્તુમાં થાય છે. પરંતુ શું તમે તેના ગેરફાયદા વિશે જાણો છો? વધુ પિસ્તા ખાવાથી તમને થઇ શકે છે આવા ગેરફાયદા

1.હાંફ ચઢવી: પિસ્તાનું વધુ સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે જેના કારણે લોહીમાં તેનું સ્તર વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેના સેવનથી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે જેમ કે ફોલ્લીઓ, ખંજવાળ, લાલાશ વગેરે.

2.વજન વધવું: પિસ્તા વધુ પડતા ખાવાથી સ્થૂળતા વધવા લાગે છે. જેઓ વજન ઘટાડવામાં વ્યસ્ત છે તેઓએ તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ. વજન ઘટાડવા દરમિયાન તેમાંથી માત્ર 1 થી 2 જ ખાઓ.

3.કિડની નબળી પડવી: પિસ્તાના વધુ પડતા સેવનથી કિડનીની સમસ્યા થઈ શકે છે. કારણ કે તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે તમારી કિડનીના સ્વાસ્થ્યને અસર કરે છે. આના કારણે તમારે નબળાઈ ઉબકા અને હૃદયના ધબકારા વધવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

4.પાચનક્રિયા ખરાબ થઇ શકે: પિસ્તા વધુ ખાવાથી પેટમાં દુખાવો, ખેંચાણ, લૂઝ મોશન વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે તેમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે પરંતુ વધુ પડતું ખાવું નુકસાનકારક છે.

5.લોહિનુ દબાણ: જેઓ બ્લડ પ્રેશરના દર્દી છે તેમણે ખાસ કરીને તેને ખાવાનું ટાળવું જોઈએ. તેમાં વધુ પડતું મીઠું હોય છે જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય ક્રોધી સ્વભાવના લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.

team ayurved

Not allowed