બાળકોને મોબાઈલની આદત પડાવતા પહેલા થઇ જાવ સાવધાન, બની શકે છે જોખમ કારક, વાંચો ખુબ જ કામની માહિતી

વિડીયો જોવા માટે કે પછી રોતા બાળકને ચૂપ કરાવવા માટે માં-બાપ પોતાનો ફોન આપી દેતા હોય છે. જેને ધ્યામાં રાખતા WHO(વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ બુધવારના રોજ રિપોર્ટ જાહેર કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય પ્રતિ ગાઇડલાઇન જાહેર કરી છે, જે તમારા બાળકોના સ્વાસ્થ્યને હમેંશાને માટે ખરાબ કરી શકે છે.

પોતાના રિપોર્ટમાં WHO એ કહ્યું કે જો તમારા ઘરમાં 1 વર્ષનું બાળક છે તો તેને ક્યારેય પણ સ્ક્રીનની સામે ન આવવા દો, આ સિવાય 5 વર્ષ સુધીના બાળકોને દિવસમાં એક કલાકથી વધારે કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપરકરણ વાપરવા માટે ના આપો. 1 થી 2 વર્ષના બાળકો માટે અમુક મિનિટો માટે જ સ્ક્રીન ટાઈમ પૂરતો છે. આ સિવાય ઓછામાં ઓછી 3 કલાકની ફિઝિકલ એક્ટિવિટી આવા બાળકો માટે ખુબ જ જરૂરી છે. 3 થી 4 વર્ષના બાળકોને દિવસમાં 1 કલાક કરતા વધારે સ્ક્રીનની સામે રાખવા ન જોઈએ.પછી તે ટીવી હોય, સ્માર્ટફોન હોય કે પછી કોઈ અન્ય ઉપકરણ. આ ઉંમરના બાળકોને ઓછામાં ઓછી 3 થી 4 કલાકની ફિઝિકલ એક્ટિવિટી ખુબ જરૂરી છે.

આજના સમયમાં સ્માર્ટફોન જીવનનનો એક એવો હિસ્સો બની ગયો છે કે તેના વગર લોકો પોતાના જીવનની કલ્પના જ ન કરી શકે. જેને લીધે આવનારી પેઢીને પણ તેની આદત થાવા લાગી છે. આજના બાળકોને ઘરની બહાર રમવું પસંદ નથી પણ ઘરમાં જ બેસીને સ્માર્ટફોન ચલાવવું ગમે છે. WHO ના આધારે જો બાળકો પર ધ્યાન ન આપવામાં આવ્યું તો તેઓના જીવનનો પણ ખતરો થઇ શકે છે.આ સિવાય આવા બાળકોને આગળ જાતા હૃદયની બીમારી, ડાયાબિટીસ, હાઇપરટેંશન અને કેન્સર જેવી ખતરનાક બીમારી પણ થઇ શકે છે.

WHO ના અનુસાર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જો વધારે સમય સ્ક્રીનની સામે રાખવામાં આવે તો આવા બાળકોની લાઈફસ્ટટાઈલ નિષ્ક્રિય અને ગતિહીન થઇ જાય છે જેનાથી તેઓનું એક્ટિવિટી લેવલ ઓછું થઇ જાય છે અને નીંદર ન આવવાની સમસ્યા પણ થાવા લાગે છે. આ સિવાય આગળ જાતા બાળકોને મોટાપો અને તેની સાથે જોડાયેલી અન્ય બીમારીઓથી બચી શકે અને માનસિક વિકાસ યોગ્ય રીતે થાય તેના માટે પણ સ્ક્રીન ટાઈમ પર રોક લગાવવી ખુબ જરૂરી છે.

રાતે સુવાના સમયે લોકોંને પણ વારંવાર ફોન જોવાની આદત બની ગઈ છે. એવામાં વધારે નુકસાન આંખોને પહોંચે છે.રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે તે યુઝર્સને આંધળા બનાવવા માટે પૂરતું છે. જો કે અમુક જરૂરી વાતોને ધ્યાનમાં રાખીને આ ખતરાને ઓછું કરી શકાય છે.

દરેક સ્ક્રીન માંથી નીકળતી બ્લુ લાઈટ આંખો પર જોર પડવા માટેનું સૌથી મોટું કારણ છે. જે આંખના રેટીનાને નુકસાન પહોંચાડી શકે છે.જેને લીધે વ્યક્તિના 50 વર્ષ થાવા પર તેમાં આંધળાપણું પણ આવી શકે છે. યુવાવસ્થામાં આંખમાં થનારી સામાન્ય બળતરા અમુક ઉંમર પછી ઠીક ન થનારું આંધળપણું પણ લાવી શકે છે.

તમે ફોનમાં બ્લુ લાઈટ ફિલ્ટર કે નાઈટ મોડ ઓન કરી શકો છો, જેમાં બ્લુ લાઇટ્સ સ્ક્રીનની બહાર આવતી નથી. આ ફીચર તમે પ્લેસ્ટોર પરથી ડાઉનલ્ડ પણ કરી શકો છો.બને ત્યાં સુધી ફોનને અંધારામાં વાપરવાથી બચો.જો તમારે લગાતાર સ્ક્રીનની સામે બેસીને જ કામ કરવાનું રહે છે તો અમુક અમુક સમયે તમારી આંખોનું ચેકઅપ કરાવતા રહો.

જો તમે ચશ્માં પહેરી રહ્યા છો તો જરૂરી છે કે ચશમામા આવેલો લેન્સ હાઈ ક્વોલીટીનો હોય. એવામાં તમે યુવી ફિલ્ટર્સ અને બ્લુ લાઈટ ફિલ્ટર્સની સાથે આવનારા લેન્સ જ યુઝ કરો. દિવસમાં અનેકે વાર આંખો ધોવી એક સારી આદત છે અને તેનાથી તમે રિલેક્સ પણ અનુબવશો.

team ayurved

Not allowed